Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિવાળી પર જોઈએ મા લક્ષ્મીની કૃપા તો આ સ્થાન પર દીવો જરૂર પ્રગટાવો

દિવાળી પર જોઈએ મા લક્ષ્મીની કૃપા તો આ સ્થાન પર દીવો જરૂર પ્રગટાવો
, બુધવાર, 18 ઑક્ટોબર 2017 (11:55 IST)
પ્રકાશ(દીવા)નો તહેવાર છે દિવાળી. આ દિવસે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દિવા પ્રગટાવવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે આ રાત મહાલક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે. આ જ કારણે દિવાળી પર લક્ષ્મીને ખુશ કરવા માટે અનેક ઉપાય કરવામાં આવે છે. દિવાળી પર મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે આ સાત સ્થાન પર દિવો જરૂર પ્રગટાવવો જોઈએ. એવુ કહેવાય છે કે જ્યારે લક્ષ્મી રાત્રે ઘરે આવે તો તેમને એ સ્થાન પર દીવા પ્રગટાવેલા જરૂર મળવા જોઈએ. ત્યારે જ મા લક્ષ્મી એ સ્થાન પર રોકાય છે. આવો જાણીએ કયા સ્થાન પર દીવો પ્રગટાવવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
 
તિજોરી - તિજોરીને ધનનુ સ્થાન કહેવામાં આવે છે. તેથી દિવાળી પર તિજોરીમાં સુરક્ષિત સ્થાન પર દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. 
 
વાહન પાસે - જ્યોતિષ મુજબ વાહન પણ આપણી સંપત્તિ છે અને દિવાળીના દિવસે ઘરમાં દરેક વાહન પાસે સુરક્ષિત રીતે દિવો જરૂર પ્રગટાવવો જોઈએ. 
 
નળ કે પાણીના કોઈ સ્ત્રોત પાસે - ઘરમાં જળના સ્ત્રોત જ્યા જમીનમાંથી પાણી નીકળી રહ્યુ હોય ત્યા દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. એવુ કહેવાય છે કે તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
 
ઘરના મુખ્ય દરવાજા પાસે - દિવાળી પર બધા લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજાને સજાવે છે કારણ કે અહીથી મા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે.  તેથી દિવાળીની રાત્રે મુખ્ય દરવાજા પર બે દિવા જરૂર પ્રગટાવવા જોઈએ. 
 
ભંડાર ગ્રહ - ઘરનું ભંડાર ગ્રહ સૌથી મહત્વપૂર્ણ સ્થાન હોય છે. જ્યોતિષ મુજબ આ સ્થાન પર દિવો પ્રગટાવવાથી મા લક્ષ્મી ઘરમાં ક્યારેય ઘરમાં અન્નની કમી થવા દેતી નથી. 
 
કિચનમાં દિવાળીની રાત્રે ઘરના કિચનમાં પણ દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. કિચનને ઘરનુ સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. 
 
દિવાળીની રાત્રે પૂજા ઘરમાં ચારેય ખૂણામાં ચતુર્મુખી દીવો પ્રગટાવવો જોઈએ અને કોશિશ કરવી જોઈએ કે દિવાળીની આખી રાત અહી દીવો બળતો રહે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિવાળી પર રાશિ મુજબ કરો આ ઉપાય, મહાલક્ષ્મી કરશે માલામાલ (see video)