Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Diwali Muhurat Trading : મુહૂર્ત ટ્રેડિંગમાં રોકાણ કરતા પહેલા રાખો આ વાતોનુ ધ્યાન, નવા રોકાણકારો માટે ટિપ્સ

Diwali
નવી દિલ્હી. , શનિવાર, 19 ઑક્ટોબર 2024 (13:41 IST)
Diwali 2024 Muhurat Trading:  દિવાળી અને લક્ષ્મી પૂજાના શુભ અવસર પર ભારતનું શેરબજાર 1 કલાક માટે ખુલે છે જેને મુહૂર્ત ટ્રેડિંગ ટાઈમ કહેવામાં આવે છે. મુહૂર્ત ટ્રેડિંગના દિવસે, બજારના નવા રોકાણકારો એટલે કે જેઓ પ્રથમ વખત રોકાણની દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છે તેઓ ખૂબ જ ઉત્સાહથી ભાગ લેશે.
 
સાથે જ જૂના ઈંવેસ્ટર્સ કે જેઓ સારા ગુડ લક તરીકે ખરીદી કરે છે. એકંદરે આ 1 કલાક દરમિયાન શેરબજારની દુનિયામાં ભારે ઉત્તેજના જોવા મળે  છે. ધ્યાનમાં રાખો કે મુહૂર્તના વેપારમાં ઉત્સાહ સાથે રોકાણ કરતી વખતે અહી આપેલી ટિપ્સનુ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને જ્યારે તમે પહેલીવાર રોકાણ કરવા જઈ રહ્યા હોય. 
 
ફાઈનેંશિયલ ગોલ 
તમે મુહૂર્ત ટ્રેડિંગ સત્ર દરમિયાન રોકાણ કરતી વખતે તમારે આ વાતનુ ધ્યાન રાખવુ જોઈએ કે તમારો ફાઈનેંશિયલ ગોલ શુ છે.  અર્થાત તમે મુહૂર્ત ટ્રેડિંગમાં જે લેવડ-દેવડ કરવાના છો તેનો નાણાકીય ઉદ્દેશ્ય શુ છે. 
 
સાથે જ જો તમે માર્કેટમાં નવા શેરમાં ખરીદી કરી રહ્યા છો તો આ કેટલા સમય માટે. તમારુ રોકાણ લોંગ ટર્મ, મિડ ટર્મ કે પછી શોર્ટ ટર્મ માટે છે. આ પોઈંટને સારી રીતે પૂછી લો. 
 
મજબૂત કંપનીઓના શેરમાં કરો રોકાણ 
જો તમે મુહૂર્ત ટ્રેડિંગમાં શેર ખરીદવા જઈ રહ્યા છો, તો તે કંપનીઓ જુઓ જે ફંડામેંટલ રીતે મજબૂત છે. તે કંપનીઓ માટે જુઓ જે લાંબા ગાળે સારો બિઝનેસ કરવાની હોય. 
 
એટલે કે આવનારા સમયમાં તેમનું કામ સારું હોવું જોઈએ જેથી કરીને તેમની કંપનીની વૃદ્ધિની શક્યતા સતત રહે. ઈતિહાસમાં જોવામાં આવ્યું છે કે જે કંપની આ તમામ પાસાઓને પૂરા કરે છે. તે કંપનીના શેર હંમેશા સારુ પરફોર્મ કરે  છે.
 
તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા લાવો
તમારા પોર્ટફોલિયોને ડાયવર્સીફાય બનાવો એટલે કે તમારી બધી મૂડી એક શેર અથવા એક એસેટ ક્લાસમાં રોકાણ કરશો નહીં. સાદી ભાષામાં કહીએ તો, જો તમારી પાસે રૂ. 50,000ની મૂડી છે તો તેનું રોકાણ માત્ર IT સંબંધિત શેયર્સમાં જ ન કરો.
 
આ  50,000 રૂપિયાની  મૂડીનું વિવિધ ક્ષેત્રના શેરોમાં રોકાણ કરો અથવા અન્ય એસેટ ક્લાસમાં રોકાણ કરો. આનો અર્થ એ થશે કે બજારની મંદી દરમિયાન તમારા પોર્ટફોલિયોને ઓછું નુકસાન થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Diwali 2024 - કયા રાજ્યમાં દિવાળી કેવી રીતે ઉજવવામાં આવે છે?