Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dhanteras 2024 - ધનતેરસ કઈ તારીખે છે, શા માટે વાસણ ખરીદવામાં આવે છે

Dhanteras 2024
, બુધવાર, 9 ઑક્ટોબર 2024 (11:20 IST)
Dhanteras 2024 - હિન્દુ ધર્મમાં ધનતેરસનો તહેવાર કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે.  દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે, વર્ષ 2024 માં ધનતેરસઓ તહેવાર 29 ઓક્ટોબર 2024 મંગળવારના રોજ રહેશે 
 
ધનતેરસ 2024 
ધનતેરસ પૂજા 29 ઓક્ટોબર 2024 મંગળવારના રોજ પૂર્ણ થશે.
 
ધનતેરસના દિવસે પ્રદોષ કાલ મુહૂર્તઃ
ધનતેરસ પૂજા મુહૂર્ત- સાંજે 06.31 મિનિટથી 08.13 મિનિટ.
કુલ સમયગાળો- 01 કલાક 42 મિનિટ
 
ધનતેરસની પૂજા માટે શુભ મુહૂર્ત સાંજે 6:30 થી 8:12 સુધી રહેશે.
 
ધનતેરસનુ મહત્વ 
એવી માન્યતા છે કે સમુદ્ર મંથન સમયે કળશ સાથે માતા લક્ષ્મીનુ અવતરણ થયુ જેના પ્રતીક રૂપે એશ્વર્ય વૃદ્ધિ, સૌભાગ્ય વૃદ્ધિ માટે વાસણો ખરીદવાની પરંપરા શરૂ થઈ. 
 
ધનતેરસ પૂજાની વિધિ 
- ધનતેરસના દિવસે કુબેરનુ પૂજન વિધિ પૂર્વક કરો 
- આ દિવસે ધનવંતરિજીનું પૂજન કરો. 
-નવી ઝાડુ અને ચોપડા ખરીદી તેનું પૂજન કરો. 
-સાંજે દીવો સળગાવી ઘર, દુકાન, વગેરે જગ્યાએ મૂકો.
-મંદિર, ગૌશાળા, નદીના ઘાટ, કુવો, તળાવ, બગીચાઓમાં પણ દીવા મૂકો.
-શક્તિ મુજબ તાંબા, પીત્તળ, ચાઁદીના ઘર ઉપયોગી નવા વાસણ અને આભૂષણ ખરીદો. 
- હળ ખેડેલી માટીને દૂધમાં પલાળી તેમાં સેમરની શાખા નાખીને તેને ત્રણ વાર પોતાન શરીર ફેરવો.
- કાર્તિક સ્નાન કરીને પ્રદોષકાળમાં ઘાટ, ગૌશાળા, બાવડી, કુવો, મંદિર વગેરે જગ્યાઓ પર ત્રણ દિવસ સુધી દીવો સળગાવો. 
- ત્યારબાદ નિમ્ન મંત્ર દ્વારા ચંદન, ધૂપ, દીપ, નૈવેધથી પૂજન કરો. 
 
યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્ય અધિપતયે
ધન ધાન્ય સમૃદ્ધિ મે દેહિ દાપય સ્વાહા 
 
- ત્યારબાદ કપૂરથી આરતી ઉતારીને મંત્ર પુષ્પાજંલિ અર્પિત કરો. 

Edited By- Monica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Navratri Day 7, Maa Kalratri Katha Aarti :મા કાલરાત્રિની પૂજા કરવાથી શત્રુઓ શાંત થાય છે અને મૃત્યુનો ભય રહેતો નથી