Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેવ દિવાળી - સૂર્યાસ્ત પછી આ મુહૂર્તમાં કરો દીપદાન, આખુ વર્ષ થશે ધન લાભ

દેવ દિવાળી - સૂર્યાસ્ત પછી આ મુહૂર્તમાં કરો દીપદાન, આખુ વર્ષ થશે ધન લાભ
, શુક્રવાર, 3 નવેમ્બર 2017 (11:32 IST)
કાર્તિક પૂર્ણિમા પર દેવ દીવાળીના દિવસે ગંગાના દરેક ઘાટ પર પુષ્કળ બધા દીવા પ્રગટાવવાની સાથે સાથે ગંગા પૂજનનુ પણ વિધાન છે. આ તહેવાર દીવાળીથી 15 દિવસ પછી ઉજવાય છે.  તેને જ આગળ ચાલીને દેવ દીવાળીના નામથી ઓળખાઈ.  કહેવાય છે કે આ પરંપરાનો આરંભ સર્વપ્રથમ પંચગંગા ઘાટ પર શરૂઆત થયો. એ સમય ત્યા અનેક દીવા પ્રગટાવવમાં આવ્યા હતા. આ રોજ દીપદાનનુ વિશેષ મહત્વ છે. ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં આ ઉત્સવની ખૂબ ધૂમ રહે છે.  કહેવાય છે કે પૃથ્વીના આ ભાગમાં બધા દેવલોક ઉતરી આવે છે. આ તહેવાર કાશીની સંસ્કૃતિ અને પરંપરાનો મુખ્ય ભાગ છે. વારાણસી શહેરમાં આ ઉત્સવની ખૂબ ધૂમ રહે છે.  કાશીના બધા ઘાટ દુલ્હનની જેમ શણગારવામાં આવે છે.  84 ઘાત પર દીવાની હારમાળા જોઈને એવુ લાગે છે કે   જાણે દીવાની હારમાળા જોઈને એવુ લાગે છે કે માનો તારા આકાશ છોડીને ધરતી પર ઉતરી આવ્યા હોય.. ભવ્ય ગંગા આરતીને જોવા માટે દૂર દૂરથી લોકો વારાણસી આવે છે. 
 
- કાશીના બધા ઘાટને દુલ્હનની જેમ સજાવવામાં પણ આવે છે.  84 ઘાટ પર દીવાની લડી જોઈએન એવુ લાગે છે કે માનો તારા આકાશ છોડીને ઘરતી પર ઉતરી આવે છે.  ભવ્ય ગંગા આરતીને જોવા માટે દૂર દૂરથી લોકો વારાણસી આવે છે. 
 
- આજે બધા દૈવીય શક્તિઓ ઘરતી પર દેવ દીવાળી મનાવવા આવશે.  તેમનો આર્શીવાદ મેળવવાની આ સોનેરી તક.. કહેવાય છે કે આ દિવસે શુભ સમય પર દીપદાન કરવાથી જીવનમાં વૈભવ અને એશ્વર્ય સદા બની રહે છે.  આજે 3 નવેમ્બર પૂર્ણિમા તિથિની શરૂઆત બપોરે  01:47 થઈ જશે. જે 4 નવેમ્બર સવારે 10:52 મિનિટ સુધી રહેશે. 
 
આજે સૂર્યાસ્ત પર આ મુહૂર્તમાં કરો દીપદાન 
 
શુભ સમય - સાંજે 05:43
 
ઉપાય -  મુખ્યદ્વાર અને તુલસી પર ઘી નો દીવો લગાવવો શુભ માનવામાં આવે છે.  તેનાથી આખુ વર્ષ સકારાત્મકતા બની રહે છે. 
દેવી લક્ષ્મીના ચિત્રના આગળ નવ બત્તીઓનો શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવો. ધન લાભ જરૂર થશે. 
 
શ્યામા તુલસીની આસપાસ ઘાસ ઉગી જાય છે.  તેને ઉખાડીને ચમકીલા પીળા કપડામાં બાંધી દો.. લક્ષ્મી દેવીનુ સ્મરણ કરો અને એ પોટલીને ધૂપ દીપ બતાવીને તમારા વેપાર સ્થળ પર મુકો.. જરૂર જ વેપારમાં ઉન્નતિ વૃદ્ધિ થવા માંડશે. 
 
દીપ દાન કરતી વખતે મોઢુ પૂર્વ દિશા તરફ મુકો.. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શિવકથા-વીડિયો શિવની કૃપાથી જીવત થઈ ગયું બાળક