Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પેઈંટર સોલમનનું નિધન

પેઈંટર સોલમનનું નિધન

ભાષા

ન્યૂયોર્ક , શનિવાર, 19 એપ્રિલ 2008 (11:25 IST)
ન્યૂયોર્ક. માર્ક રોથરોની સાથે ત્રીસના દસકામાં પ્રભાવશાળી કલાકારોનો સમૂહ બનાવનાર ચિત્રકાર જોસેફ સોલમનનું નિધન થઈ ગયું. તેઓ 99 વર્ષનાં હતાં.

સોલમનના પ્રમુખ ડિલર તથા બોસ્ટનમાં મર્કરી ગૈલરીના માલિક અમનોન ગોલ્ડમેને ગઈ કાલે જણાવ્યું કે પોતાના મેનહટન એપાર્ટમેંટની અંદર સુતા હતાં તે દરમિયાન જ તેમનું મૃત્યું નીપજ્યું હતું.

પોતાની કળા દ્વારા ચિત્રોને જીવંત બનાવનાર સોલોમન આર્ટ સ્ટુડેંટ લીગ તથા નેશનલ એકેડમી એંડ ડિઝાઈન સાથે પણ જોડાયેલાં રહ્યાં. તેમણે શહેરની અંદર મુસાફરી કરીને અને શહેરમાંથી પસાર થતાં લોકોને નિહાળીને તે વિષય પસંદ કર્યો અને ન્યૂયોર્કના રસ્તાઓના જુદા જુદા ચિત્રો બનાવ્યાં હતાં.

Share this Story:

Follow Webdunia gujarati