Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હોળીનુ ધાર્મિક મહત્વ - પરંપરાનું પ્રાગટય એટલે હોળી

holi
, શુક્રવાર, 22 માર્ચ 2024 (15:42 IST)
પરંપરાનું પ્રાગટય એટલે હોળી...તહેવાર એક પરંતુ રંગ અનેક...હોલીકાદહન..ધુલીકા વંદના...ધૂળેટીનું પર્વ એટલે મોજમસ્‍તીનું પર્વ...
 
હિન્‍દુ સંસ્‍કૃતિના પ્રત્‍યેક વર્ષનો ફાગણ સુદ પૂનમના દિનને હોળી પર્વ તરીકે ઉજવાય છે. બીજે દિવસે એટલે કે ફાગણ વદ એકમના દિનને ધૂળેટી તરીકે રંગેચંગે ઉજવાય છે.
 
શાસ્‍ત્રમાં થયેલા ઉલ્લેખ અનુસાર ‘માસાનામ ઉતમે માસે...' એટલે કે મહિનાઓમાં પણ ઉત્તમ માસમાં ગણાતા મહિનાઓમાં આપણા આ ફાગણ માસની ગણતરી થાય છે. આ જ ફાગણ માસમાં ઋતુ પણ બદલાય છે.
 
આ સમયને પાનખર ઋતુ કહેવામાં આવે છે. ખરી ગયેલા જુના પાન, ફળ, ફુલના સ્‍થાને નવી નવી નવાકુરિત કુંપળો, ફુલો, ફળોથી વનરાજી ખીલી ઉઠે છે અને ધરતી માતા અત્‍યંત સોહામણા દ્રષ્‍ટિગોચર થાય છે. વસંતનું મનભાવન આગમન આ માસથી પ્રારંભીત થાય છે.
 
હોળી, ધુળેટી પર્વની ઉજવણી પાછળ એક પૌરાણિક માન્‍યતા પણ સંકળાયેલ છે. જે સદીઓથી પ્રચલીત છે. આવો આપણે એ માન્‍યતાની ઝલક જોઈએ તો...
 
હિરણ્‍યકશ્‍યપ નામે રાજા... જાણે દૈત્‍યનો અવતાર.. પરંતુ કાદવમાં કમળ.. પુત્ર પ્રભુ ભક્‍ત પ્રહલાદ... પિતા ભગવાનના વિરોધી.. પુત્ર ભગવાનનો પરમ ભક્‍ત... બન્‍ને પોતાની જીદ પર અડગ... પિતા એ પુત્રની જીદ ન છોડાવી શકતા હત્‍યાના કર્યાના અનેક પ્રયાસ...
 
પરંતુ આ તો સાચો પ્રભુ ભકત બહેન હોલીકા ની મદદથી હીરણ્‍કશ્‍યપે પ્રહલાદને સળગાવવા કર્યો પ્રયાસ પરંતુ થયુ ઉલ્‍ટુ હોલીકા થઇ બળીને ભસ્‍મ અને પ્રભુભકત પ્રહલાદ અગ્નિમાંથી બહાર આવ્‍યો હસતો રમતો.
 
પ્રજાજનો એ મનાવ્‍યો આનંદોત્‍સવ ખુશીથી એકબીજા પર ઉડાડયા રંગ અને ગુલાલ બસ કહેવાય છે કે ત્‍યારથી ફાગનસુદ પુનમના દિનને હોળી તરીકે અને ફાગણ વદ પડવાના દિનને ધુળેટી તરીકે રંગેચંગે અબલા વૃધ્‍ધ સૌ હોશે હોંશે ઉજવે છે.
 
હોળી ધુળેટી પર્વ જાણે મર્યાદા પાલનનો નહી પરંતુ મઝા મુકવાનો લોકોત્‍સવ ભારતભરના વિવિધ પ્રાંતોમાં વિવિધ રીતે આ પર્વની વૈવિધ્‍યપુર્ણ ઉજવણી થાય છે આ પર્વ આદીવાસી જીવન ની કલ્‍પના પણ ન કરી શકાય ખરેખર તો મનુષ્‍યએ પણ એકતા નો આંચડો સતત ઓઢી રાખે છે.પરંતુ કયારેક તેને પોતે જેવા છે તેવા બનાવની અગમ્‍ય ઇચ્‍છા થાય છે. ત્‍યારે તે હોળી ધુળેટી જેવા ઉત્‍સવનું નિમીત છે. તત્‍કાલ રુરતો બેફામ બને છે અને ફરીથી તે તેના સામાજીકતા ના કાચલામાં ભરાઇ જાય છે.
 
હોળી ઉત્‍સવનું જો કોઇ શ્રેષ્ઠ પાસુ હોય તો તે ગીત સંગીત અને નૃત્‍ય છે. હોળીનો સીધો સંબધ વસંત ઋતુ સાથે છે અને વસંત એટલે આ નંદોલ્લાસ પ્રકૃતિ નો વૈભવ અને ગીત સંગીત નૃત્‍ય પહેલા વસંતોત્‍સવ મહનોત્‍સવ રૂપે ઉજવાતો હતો રાધા કૃષ્‍ણ ના હોળી ખેલનના હજારો પદ મળી આવે હોળી એ કવીઓ અને સંગીતકારોને ખુબજ પ્રેરણા આપી છે. વૈષ્‍ણવ મંદીરોમાં પણ ગીત સંગીત સાથે જ હોળી ઉજવાય છે.
 
ઉપશાષાીય સંગીતમાં હોળી નો એક ખાસ પ્રકાર પણ છે હોળી ગીતોમાં ચોક્કસ શાષકીય રાગ વપરાય છે. વ્રજ અવીધ ભોજપુરી જેવી બોલીઓમાં હજારો હોળી ગીતો હશે.
 
વૈષ્‍ણવ મંદિરોમાં ગવાતા હવેલી સંગીતમાં પણ હોળી વિષયક પદો ચોક્કસ રાગ અગીકારીઓમાં આજે પણ ગવાય છે.
 
ત્‍યારબાદ આ ગીતોની પરંપરા નાટકો અને ફિલ્‍મોના ગીત સુધી વિસ્‍તરી... કેટલીય હિંદી ફિલ્‍મોના હોળી-ધુળેટી પર્વના ગીતો યાદગાર બન્‍યા છે. એક સમયના મંતવ્‍ય અનુસાર તો સંગીત નિર્દેશકો નૌશાદ અને રાહુલ દેવ બર્મે ને સ્‍વરબધ્‍ધ કરેલા હોળી ગીતો સર્વ શ્રેષ્‍ઠ છે. નૌશાદ ના હોળી ગીતોમાં માધુર્ય છે. જયારે રાહુલ દેવ બર્મન ના હોળી ગીતોમાં હોળી ને અનુરૂપ મસ્‍તી છે.
 
આ પર્વની ઉજવણી પાછળનો સંદેશ આપતા આપણા પરમ પૂજય શ્રી પાડુંરંગ શાષાીજી કહેતા કે પાપ... જલાવો હોલીકા માં...ભરો પુણ્‍યની ઝોળી...
 
પ્રભુ યાદ જીવન ધરશો તો હોળી એ જ દિવાળી...
 
હોળીનો ઉત્‍સવ એ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો, વસંતોત્‍સવમાં પણ સંયમની દિક્ષા આપતો સંઘ નિષ્‍ઠાનો મહિમા સમજાવતો તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસદૃવૃતિ ને બાળવાનો સર્દેશ આપનારો ઉત્‍સવ છે.
 
આ પર્વ આપણને સંદેશ આપે છે કે જાગૃત અને ક્રિયાશીલ બનેલા લોકોએ એકબીજાના દોષો જોવાનું છોડીને ગુણદર્શનની પધ્‍ધતિ અપનાવવી જોઇએ.
 
એકબીજાના દોષ ભુલીને લેજો ગુણને ખોળી ગુણદર્શનથી  કાર્ય વિકસતુ એ સમજાવે હોળી... હોળીમાં કેવળ નકામી ચીજો કે કચરો જ નહિ પરંતુ આપણા જીવનમાં રહીને આપણને પજવતા રહેલા ખોટા વિચારો તેમજ મનના મેલ કે કચરાને પણ બાળવા જોઇએ.
 
સંઘ નિષ્‍ઠાને સિવીલ બનાવનાર ખોટા તર્ક કુર્તુકો નું હોળીમાં દહન કરવું જોઇએ. વળી શકિત અને સમજના અભાવમાં દિલમાં રહેલી કેવળ ભોળી ભાવના કે આશા પણ કાર્યસાધક બનતી નથી.
 
હોળી-ધુળેટી પર્વનો ઉત્‍સવએ ખરેખર ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો, વસંતોત્‍સવમાં પણ સંયમની દિક્ષા આપતો. સંઘનિષ્‍ઠાનો મહિમા સમજાવતો તેમજ માનવમનમાં અને માનવ સમાજમાં રહેલી અસદવૃતિને બાળવાનો સંદેશ આપનારો ઉત્‍સવ છે.
 
આમ અસત્ય ઉપર સત્યનો વિજય... અને રંગ...ગુલાલનું પર્વ એટલે જ હોળી... ધુળેટી...

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હોળી ના રંગો - Importance of Organic Holi Colours