Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિદ્યાનગરમાં 62 વર્ષના ટ્યુશન ટીચરે એક્સ્ટ્રા ક્લાસ હોવાનું કહી વિદ્યાર્થિનીને બોલાવી ગાલે બચકાં ભર્યા

વિદ્યાનગરમાં 62 વર્ષના ટ્યુશન ટીચરે એક્સ્ટ્રા ક્લાસ હોવાનું કહી વિદ્યાર્થિનીને બોલાવી ગાલે બચકાં ભર્યા
, મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022 (14:06 IST)
શિક્ષણનગરી એવા વિદ્યાનગરને લાંછન લગાડતી એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં 62 વર્ષીય ટ્યુશન ક્લાસ ચલાવતાં વૃદ્ધે પોતાની પૌત્રીની ઉંમરની વિદ્યાર્થિનીને એકસ્ટ્રા ક્લાસીસના બહાનાં હેઠળ ટ્યુશન ક્લાસીસમાં બોલાવી તેની સાથે શારીરિક અડપલાં કરી ગાલ પર બચકાં ભરી લીધા હતા. સમગ્ર બનાવની જાણ સગીર વિદ્યાર્થિનીએ પોતાના પરિવારજનોને કરતાં પિતાએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી.મૂળ અમદાવાદના અને હાલમાં આણંદની એક કોલેજના ક્વાર્ટસમાં રહેતા અધ્યાપકની 15 વર્ષીય પુત્રી કામિની (નામ બદલ્યું છે) ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરે છે. તેણી વિદ્યાનગર નાના બજાર ખાતે આવેલા વ્રજ બંગલો સામેના પ્રભુકાન્ત બંગ્લોઝ ખાતે રહેતા કાન્તી એસ. પટેલ ઉર્ફે કે. એસ. પટેલના ઘરે બાયોલોજિના ટયુશન માટે જાય છે. સામાન્ય રીતે તેમના ટ્યુશનનો સમય બપોરના ત્રણથી સાડા ચાર વાગ્યા સુધીનો હોય છે. અને રવિવાર સહિત અન્ય રજાના દિવસે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો સમય હોય છે. ગત રવિવારે સવારે પોણા આઠ વાગ્યે કામિની ઘરેથી ટ્યુશનમાં જવાનું કહીને નીકળ્યા બાદ બપોરે બાર વાગ્યે પરત આવી હતી. દરમિયાન, તેના ગળાના ભાગે અને બોચીના ભાગે ચાંઠાના નિશાન મળી આવ્યા હતા. જેને પગલે તેના પિતાએ આ બાબતે પૂછપરછ કરતાં તેણે ટ્યુશનના શિક્ષક કાન્તી પટેલે તેને બચકું ભર્યું હોવાનું જણાવ્યું હતું. આ મામલે પિતાએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં શિક્ષક કાન્તી પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. સગીરાએ અગાઉ ગાલ પરના બચકાં છુપાવવા ઓઢણીનો સહારો લીધો હતો. જોકે, આમ છતાં તેના ગાલ પર બચકાં ભરેલાં હોવાનું જોતાં જ પિતાએ આ બાબતે પૂછપરછ કરી હતી. જેને પગલે તેણે બહેનપણીએ મસ્તી કરતાં ગાલ ખેંચ્યા હોવાનું કહ્યું હતું. જોકે, બાદમાં કામિનીએ તેના કાકાની દીકરીને સમગ્ર હકીકત જણાવી હતી. એ પછી તેના પિતરાઈ બહેને કામિનીના ભાઈને સમગ્ર હકીકત જણાવતાં જ કામિનાના ભાઈએ પિતાને સમગ્ર ઘટનાથી વાકેફ કરતાં ભાંડો ફૂટ્યો હતો.પુત્રીએ પિતા સમક્ષ કબુલાત કરતાં જણાવ્યું હતું કે, તેને મકાનના ઉપરના માળે એકલી બેસાડી હતી. જ્યાં તેણે તેની સાથે સેક્સ સંબંધી વાતો કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Digital Beggar- ડિજીટલ ભિખારીને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, રજા પર નહીં પણ ઓનલાઈન ભીખ માંગે છે