Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શાળાના પ્રિંસિપલ અને 3 શિક્ષકોએ કર્યુ ગેંગરેપ, મહિલા ટીચર બનાવી રહી હતી વીડિયો

શાળાના પ્રિંસિપલ અને 3 શિક્ષકોએ કર્યુ ગેંગરેપ, મહિલા ટીચર બનાવી રહી હતી વીડિયો
, બુધવાર, 8 ડિસેમ્બર 2021 (10:59 IST)
રાજ્સ્થાનમાં શાળાની એક બાળકીએ જ્યારે તેમના પિતાએ જણાવ્યુ કે તેમના સ્કૂલના પ્રિંસિપલ અને ત્રણ શિક્ષકએ તેમની સાથે ગેંગરેપ કર્યો ત્યારે તેમના હોશ ઉડી ગયા. મામલો અલવર જિલ્લાનો છે. અહીંની એક સરકારી શાળામાં ધોરણ 10માં ભણતી એક વિદ્યાર્થીનીએ આરોપ લગાવ્યો છે કે શાળાની અન્ય બે મહિલા શિક્ષકોએ પણ આ જઘન્ય કૃત્યનો વીડિયો બનાવ્યો છે.
 
જણાવવામાં આવી રહ્યું છે કે બાળકીના પિતા વ્યવસાયે ટ્રક ડ્રાઈવર છે અને તેની માતા મૂક-બધિર છે. બાળકીના પિતા અવારનવાર કામ માટે બહાર હોય છે. જ્યારે તે તાજેતરમાં તેના ઘરે પરત ફર્યો ત્યારે તેને ખબર પડી કે તેની પુત્રીએ શાળા છોડી દીધી છે. આ અંગે પિતાએ પુત્રી સાથે વાત કરી તો એક ચોંકાવનારી ઘટના સામે આવી.
 
મહિલા શિક્ષક વીડિયો બનાવી રહી હતી
વિદ્યાર્થીએ જણાવ્યું કે, શાળાની બે મહિલા શિક્ષકોએ તેને ફ્રી ડ્રેસ, કોપી અને પુસ્તક આપવાની લાલચ સાથે તેની ફી ભરવાની લાલચ આપી હતી. બાદમાં તેણી તેને શાળાની નજીક રહેતા શિક્ષકના ઘરે લઈ ગઈ. ત્યાં શાળાના આચાર્ય અને અન્ય બે શિક્ષકો પહેલાથી જ દારૂ પી રહ્યા હતા. ત્યાં ગયા પછી એક મહિલા શિક્ષિકાએ તેના કપડાં કાઢી નાખ્યા. બાદમાં ચારેય પુરૂષ શિક્ષકોએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. આ દરમિયાન બંને મહિલા શિક્ષકનો વીડિયો બનાવતી રહી. 
 
ફેલ કરવાની ધમકી આપી
વિદ્યાર્થીનુ કહેવું છે કે જ્યારે તેણે શિક્ષકોના આ કામનો વિરોધ કર્યો તો તેને નાપાસ કરવાની ધમકી આપી અને વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપી. થોડા દિવસો પછી, મહિલા શિક્ષકના પતિ અને અન્ય લોકોએ તેના પર ફરીથી સામૂહિક બળાત્કાર કર્યો. આ મામલે પીડિતાએ તેના પિતાની મદદથી પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધાવ્યો છે.
 
અન્ય ત્રણ વિદ્યાર્થીનીઓએ પણ કેસ દાખલ કર્યો હતો
પોલીસના જણાવ્યા અનુસાર આ બાળકી સિવાય અન્ય ત્રણ વિદ્યાર્થીનીઓએ પણ આ શાળાના શિક્ષકો સામે છેડતીનો કેસ દાખલ કર્યો છે. તેમાંથી એક વિદ્યાર્થીની છઠ્ઠા, બીજી ચોથા અને ત્રીજી છોકરી ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. જણાવી દઈએ કે ગત વર્ષે આ જ શાળાના અન્ય એક શિક્ષક વિરુદ્ધ આવો જ કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં બનાવવામાં આવ્યો ઓમિક્રોન વોર્ડ, લગ્નમાં ચેકીંગ શરૂ, માસ્ક પહેર્યું ન હોય તો ખૈર નહી