Bhavnagar News પૈસા કમાવવાની લાલચમાં આવેલી મહિલાએ ભાવનગરના તાંત્રિક સાથે લિવ-ઈનમાં રહેતી હતી. ગોત્રી વિસ્તારમાં તાંત્રિક વિધિના બહાને તેણે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ મહિલાએ નોંધાવતાં ગોત્રી પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
દુષ્કર્મ પીડિત મહિલાએ જણાવ્યું હતું કે 4 વર્ષથી મારું શોષણ થતું હતું, જેની સામે મેં પુરાવા રજૂ કરીને ફરિયાદ નોંધાવી છે. હર્ષ સંઘવીને મારી વિનંતી છે કે મને ન્યાય અપાવે. આ તાંત્રિક વિદ્યા કરે છે અને જબરદસ્તી શારીરિક સંબંધો બાંધે છે. શારીરિક સંબંધ ના બાંધે તો દબાણ કરે છે અને બ્લેકમેઇલિંગ કરવામાં આવે છે. તારા ઘરવાળાને કહી દઇશ કે તું કપડાં કાઢીને અમારી સામે બેઠી હતી અને તું કેરેક્ટરલેસ છો. એ રીતે હસમુખ રામાનુજ દબાણ કરીને ધમકી આપે છે.
હસમુખના પપ્પા વ્હોટ્સએપ કોલ પર ધમકી આપે છે કે તમે પોલીસ સ્ટેશન પર જશો અને ત્યાં ઊભા પણ રહેશો તો તમારાં કપડાં ઉતારી નાખીશ એટલી ઉપર સુધી પહોંચ છે. આવા લોકોની પહોંચ ઉપર સુધી હોય તો અમારા લોકોનું શું થાય. આ તાંત્રિક મૂળ ભાવનગરનો છે અને વડોદરામાં જેઠાભાઇ ભરૂચવાળા થકી મારા કોન્ટેક્ટમાં આવ્યો હતો અને મને જોબ અપાવશે એમ કહ્યું હતું. આ ઉપરાત હું ડિવોર્સી હોવાથી અને મારાં સંતાનો હોવાથી પૈસા માટે મદદ કરશે એમ જણાવ્યું હતું. જોકે તાંત્રિકે તે ભાઇને વચ્ચેથી હટાવીને મને ડાયરેક્ટ મદદ કરવા કહ્યું હતું. પહેલા જોબ માટે કહ્યું, પછી પાર્લર માટે કહ્યું, એમાંથી કંઈ ન કર્યું અને પછી મને ઓપન બેસાડીને તાંત્રિક વિધિ કરવાનું કહ્યું અને પછી મારી સાથે જબરદસ્તી થઈ.
વડોદરામાં જ આ બનાવ બન્યો હતો. ગોત્રીના સહજાનંદ ફ્લેટમાં 15 દિવસ હું રહી, પછી લોકડાઉન આવી ગયું અને પછી મને ભાવનગર લઈ ગયો અને કહ્યું કે ત્યાં જઇને તારું કામ કરી આપીશ અને જો તું નહીં આવે તો ફોટો લીક કરીશ. ત્યાં લઈ જઈને મને કામવાળી તરીકે રાખી હતી. મારા ઉપરાંત ઘણી મહિલાઓ છે અને મારી સાથે ભોગ બનેલી એક મહિલા તો છે જ. મને અને મારા જેવી ઘણી મહિલાઓને ન્યાય જોઇએ છે. મને સમાધાન માટે દબાણ કરે છે. પોલીસે ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે