વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પોતાના બ્રેક અપ અને પેચ અપને લઈને કાયમ ચર્ચામાં રહે છે. તાજેતરમાં વિરાટ પોતાની ટી શર્ટ દ્વારા એ કહેતા જોવા મળ્યા કે અમે બસ થોડો બ્રેક લીધો હતો.
થોડા દિવસ પહેલા અનુષ્કાનો બર્થડે પણ હતો અને આ ખાસ દિવસે વિરાટ કંઈક વિશેષ ન કરે એવુ બની શકતુ નથી. વિરાટે અનુષ્કાને તેમના બર્થડે પર એક સ્પેશલ ગિફ્ટ આપ્યુ. વિરાટે કંઈક એવુ કર્યુ કે જેને જોઈને લાગે છે કે એકવાર ફરી આ સંબંધ જોડાવવાનો છે.
ઉલ્લેખનીય છે કે વિરાટે અનુષ્કાને ફરીથી ઈંસ્ટાગ્રામ અને ટ્વિટર પર ફૉલો કરવુ શરૂ કરી દીધુ. ઉલ્લેખનીય છે કે એક મે ના રોજ અનુષ્કાનો બર્થડે હતો અને વિરાટે પોતાની ગર્લફ્રેંડને ફરીથી ફૉલો કરીને આ દિવસને સ્પેશ્યલ બનાવી દીધો. જેનાથી એ સાબિત થાય છે કે બંને ફરીથી પેચઅપના મૂડમાં છે.
ઉલ્લેખનીય છે કે બ્રેકઅપ પછી એવા સમાચાર આવી રહ્યા હતા કે બંને એકબીજાને ઈંસ્ટાગ્રામ અને ટ્વિટર પર અનફોલો કરી રહ્યા હતા. થોડા દિવસ પહેલા જ આ બંને મુંબઈમાં એકસાથે ડિનર કરતા પણ જોવા મળ્યા હતા.