Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચેમ્પિયંસ ટ્રોફીમાં ભારતની જર્સી પર નહી લખાય પાકિસ્તાનનુ નામ, BCCI થી PCB નારાજ

ચેમ્પિયંસ ટ્રોફીમાં ભારતની જર્સી પર નહી લખાય પાકિસ્તાનનુ નામ, BCCI થી PCB નારાજ
, મંગળવાર, 21 જાન્યુઆરી 2025 (15:26 IST)
No Pakistan Name On Indian Jersey: ચેમ્પિયંસ ટ્રોફી 2025 પાકિસ્તાનની મેજબાનીમાં રમાશે. ટીમ ઈંડિયા ટૂર્નામેંટના બધા મુકાબલા દુબઈમાં રમશે. જો કે પાકિસ્તાન ટૂર્નામેંટની સત્તાવાર મેજબાન બનશે.  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની તરફથી ટીમને ચેમ્પિયંસ ટ્રોફી માટે પાકિસ્તાન મોકલવાને ના પાડી હતી. જ્યારબાદ ભારત માટે દુબઈ વાળુ હાઈબ્રિડ મોડલ અપનાવવામાં આવ્યુ હતુ. હવે સામે આવેલ રિપોર્ટમાં બતાવ્યુ છેકે ટૂર્નામેંટમાં ભારતની જર્સી પર મેજબાન પાકિસ્તાનનુ નામ લખવામાં આવશે. 
 
ઉલ્લેખનીય છે કે આઈસીસી ઈવેંટ દરમિયાન હોસ્ટ દેશોના નામ બધા ટીમોની જર્સી પર લખવામાં આવે છે. જૂન 2024માં રમાયેલ ટી20 વર્લ્ડકપમાં વેસ્ટઈંડિઝ અને યૂએસએ હોસ્ટ નેશન હતા. બધી ટીમોની જેમ ટીમ ઈંડિયાની જર્સી પર પણ વેસ્ટઈંડિઝ અને યૂએસનુ નામ લખવામાં આવ્યુ હતુ.  પાકિસ્તાન ચેમ્પિયંસ ટ્રોફીની હોસ્ટ છે. પણ સામે આવેલી રિપોર્ટ મુજબ ભારતની જર્સી પર પાકિસ્તાનનુ નામ નહી લખવામાં આવે. 
 
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના એક અધિકારીએ ન્યુઝ એજંસી IANS સાથે વાત કરતા કહ્યુ કે બીસીસીઆઈ પોલિટિક્સને ક્રિકેટમાં લાવી રહી છે.  આ પહેલા કથિત રૂપે બીસીસીઆઈની તરફથી કપ્તાન રોઇત શર્માને ચેમ્પિયંસ ટ્રોફીની ઓપનિંગ સેરેમની માટે પાકિસ્તાન મોકલવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો હતો. 
 
પીસીબી અધિકારીએ ગોપનિયતાની શરત પર ન્યુઝ એજંસી સાથે વાત કરતા કહ્યુ, બીસીસીઆઈ ક્રિકેટમાં પોલિટિક્સ લાવી રહી છે. જે રમત માટે બિલકુલ પણ સારુ નથી. તેણે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઈનકાર કર્યો. તે પોતાના કપ્તાનને ઓપનિંગ સેરેમની માટે પાકિસ્તાન મોકલવા નથી માંગતુ. હવે એવા સમાચાર છે કે તેઓ નથી ઈચ્છતા કે મેજબાન દેશ નુ નામ તેમની જર્સી પર લખવામાં આવે.  અમને વિશ્વાસ છે કે વર્લ્ડ ગવર્નિંગ બોડી (આઈસીસી) આવુ નહી થવા દે અને પાકિસ્તાનનુ સમર્થન કરશે. 
 
ચેમ્પિયંસ ટ્રોફી 2025 
ઉલ્લેખનીય છે કે ચેમ્પિયંસ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. બીજી બાજુ ટીમ ઈંડિયા ટૂર્નામેન્ટમાં પોતાનો પહેલો મુકાબલો 20 ફેબ્રુઆરીના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ રમશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાહ શુ કારીગરી છે, 5 કારીગર, 90 દિવસમા લેબમાં 4.30 કેરેટ ડાયમંડ પર ડોનાલ્ડ ટ્રંપની તસ્વીર બનાવી જુઓ Video