Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ind Vs SA- ખાલી સ્ટેડિયમમાં રમાશે વનડે સીરીજના બાકી બે મુકાબલા BCCI

Ind Vs SA- ખાલી સ્ટેડિયમમાં રમાશે વનડે સીરીજના બાકી બે મુકાબલા BCCI
, શુક્રવાર, 13 માર્ચ 2020 (10:43 IST)
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આ વાતને સાફ કર્યુ છે કે ભારત અને સાઉથ અફ્રીકા વનડે સીરીજના બાકી બે મુકાબલા ખાલી સ્ટેડિયમમાં રમાશે. સાઉથ અફ્રીકાની ક્રિકેટ ટીમ આ દિવસો ભારતીય પ્રવાસ પર છે અને બન્ને ટીમના વચ્ચે આવતા બે વનડે મેચ 15 થી 18 માર્ચને આયોજિત કર્યા છે. 15 માર્ચને બીજુ વનડે મેચ લખનઉમાં રમાશે અને 18 માર્ચનો મુકાબલો કોલકત્તામાં રમાશે. હવે આ બન્ને મુકાબલા રમાશે પણ લોકલ દર્શક મેદાન પર જઈને તેનો મજા નહી લઈ શકશે. 
 
હકીહત કોરોના વાયરસના કારણે બીસીસીઆઈને સરકારની તરફથી આ સલાહ આપી ગઈ છે કે બન્ને મુકાબલા ખાલી સ્ટેડિયમમાં આયોજિત કરાશે. તમને જણાવીએ કે ભારત અને સાઉથ અફ્રીકાના વચ્ચે ત્રણ મેચની વનડે સીરીજનો પ્રથમ મુકાબલો ધર્મશાળામાં રમવાના હતા. પણ વરસાદના કારણે એક પણ બૉલ નહી ફેંકાઈ અને મેચ રદ્દ કરી નાખ્યુ. 
 
કોરોનાના કહરથી સામાન્ય લોકોને બચાવવા માટે રાજ્યની સરકાર હોય કે પછી દેશની સરકાર દરેક શક્ય પગલા ઉઠાવી રહી છે. આ કડીમાં હવે ભારત સરકારએ બીસીસીઆઈના આ સુઝાવ આપ્યુ છે કે ભારત અને સાઉથ અફ્રીકાના વચ્ચે ત્રણ મેચની વનડે સીરીજના આવતા બે મેચ વગર દર્શકના આયોજિત કરાશે. બોર્ડની પાસે રે સિવાય કદાચ કોઈ બીજું વિકલ્પ પણ નથી. કારણકે કોરોના ને WHO એ મહામારી જાહેર કરી નાખ્યુ છે અને તેનાથી લોકોને બચાવવા માટે આ પ્રકારના ઉપાય કરાઈ રહ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસ આ ઉમેદવારોને મેદાને ઉતારશે, જાહેર કર્યા નામ