Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લોકડાઉનમાં પુત્રી જીવાને પેટ ડૉગને ટ્રેન્ડ કરવાનું શીખવી રહ્યા છે ધોની, CUTE VIDEO વાયરલ

લોકડાઉનમાં પુત્રી જીવાને પેટ ડૉગને  ટ્રેન્ડ કરવાનું શીખવી રહ્યા છે ધોની, CUTE VIDEO વાયરલ
, બુધવાર, 6 મે 2020 (10:12 IST)
એવું લાગી રહ્યુ છે કે કોરોના વાયરસને કારણે આખુ વિશ્વ જાણે કે બંધ થઈ ગયું છે. બધી ક્રિકેટ અને બીજી રમત ગતિવિધિઓ પર બ્રેક લાગી ગયો છે. . ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત થઈ ચુક્યો છે. આઈપીએલ 2020ને પણ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યો છે. આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનાર ટી -20 વર્લ્ડ કપને પણ જોખમ છે. મહેન્દ્રસિંહ ધોની આ બધા વચ્ચે મહેન્દ્ર સિંહ ધોની ચર્ચાનો વિષય બન્યા છે. 
ધોનીના ભવિષ્ય વિશે ઘણી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ આ બધી વાતોથી દૂર  'કેપ્ટન કૂલ' રાંચીમાં પોતાની પુત્રી જીવા સાથે ક્વાલિટી સમય વિતાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ધોની અને જીવાનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
 
આઈસીસી વર્લ્ડ કપ 2019માં, ધોનીએ સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે છેલ્લી મેચ  રમી હતી. આ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ધોની ક્રિકેટ રમ્યો નથી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ધોની આઈપીએલમાં વાપસી કરશે અને આ પ્રદર્શન તેનું ભવિષ્ય નક્કી કરશે. હવે કોરોના વાયરસને કારણે આઈપીએલ મોકૂફ રાખવામાં આવી છે, ત્યારે ધોનીના ભાવિ અંગે ઘણી અટકળો ચાલી રહી છે. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીનો એક ઓફિશિયલ વીડિયો ઇન્સ્ટાગ્રામ પેજ પરથી  શેર કર્યો છે.
 
આ વીડિયોમાં ધોની તેની પુત્રી જીવા અને પેટ ડોગ સાથે તેના રાંચી ફાર્મહાઉસના બગીચામાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ધોની તેની પુત્રી જીવાને કહે છે કે બેલી કૂતરાને કેવી રીતે ટ્રેન્ડ કરવો. જીવાના પાસે એક બોલ છે, જેને તે વારંવાર ઉછાળે છે અને પેટ ડોગ તેને પકડે છે.
 
મહેન્દ્રસિંહ ધોની સોશિયલ મીડિયા પર બહુ સક્રિય નથી. આવી સ્થિતિમાં, તેમના પ્રશંસકોને સરળતાથી તેમના અપડેટ્સ મળતા નથી. તેની પત્ની સાક્ષી ધોની સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહે છે અને તે ઘણીવાર ધોની અને જીવાના વીડિયો અને તસવીરો શેર કરે છે. સાક્ષીની પોસ્ટ પરથી ચાહકો ધોની વિશે અપડેટ્સ મેળવતા રહે છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જમ્મુ અને કાશ્મીર - પુલવામામાં સુરક્ષાબળોનુ બે સ્થાન પર ઓપરેશન, અવંતીપોરામાં એક આતંકી માર્યો ગયો