ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અને વર્તમાન વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને સોમવારે પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ દરમિયાન સાક્ષી ધોનીની નજાકતના લોકો કાયલ થઈ ગયા. ધોની જ્યા લેફ્ટિનેટ કર્નલની વર્દીમાં પહોંચ્યા અને આર્મી અંદાજમાં જ સન્માન ગ્રહણ કર્યુ. તો બીજી બાજુ આ દરમિયાન સાક્ષીની નજાકત પર લોકોની નજર ઠરી ગઈ.
ધોની માટે 2 એપ્રિલની તારીખ સુપર લકી સાબિત થઈ ચુકી છે. એકવાર નહી પણ બે-બે વાર. આ તારીખને સાત વર્ષ પહેલા તેમની કપ્તાનીમાં ભારતે વર્લ્ડ કપ ખિતાબ જીત્યો હતો અને આ તારીખ પર આ વર્ષે તેમને પદ્મ ભૂષણ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે ઈંડિયન આર્મીમાં ધોનીને લેફ્ટિનેંટ કર્નલની ઉપાધિ મળી ચુકી છે. જ્યારે ક્રિકેટ માટે મહેન્દ્ર સિંહ ધોનીના નામની જાહેરાત કરવામાં અગી તો તે આર્મી સ્ટાઈલમાં પહોંચ્યા. ધોનીનો અંદાજ જોઈને સમગ્ર રાષ્ટ્ર્પતિ ભાવન તાળીઓથી ગૂંજી ઉઠ્યુ.
આ દરમિયાન સાક્ષી ધોના એક્સપ્રેશન પણ કેમેરામાં કેદ થયા. સાક્ષી પોતે પણ ધોનીનો આ અંદાજ જોઈને થોડો હેરાન અને ખુશ વધુ દેખાયો. સાક્ષી આ દરમિયાન પીળી સાડીમાં જોવા મળી.
ધોનીને ક્રિકેટ માટે પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા પણ તે બિલકુલ જુદા રંગમાં જોવા મળી. ધોનીના ફેન્સ એ પણ તેમને માટે શાનદાર ટ્વીટ્સ કર્યા.
ઉલ્લેખનીય છે કે ઈંડિયન આર્મીમાં ધોનીને લેફ્ટિનેંટ કર્નલની ઉપાધિ મળી ચુકી છે. જ્યારે ક્રિકેટ માટે મહેન્દ્ર સિંહ ધોનીના નામની જાહેરાત કરવામાં આવી તો તેઓ આર્મી સ્ટાઈલમાં પહોંચ્યા. ધોનીનો આ અંદાજ જોઈને આખુ રાષ્ટ્રપતિ ભવન તાળીઓથી ગૂંજી ઉઠ્યુ.