Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 27 April 2025
webdunia

IND vs AUS 4th Test Live: ઓસ્ટ્રેલિયાએ ગુમાવી 4થી વિકેટ, શમીએ અપાવી મોટી સફળતા

India-Australia 4th Test
, ગુરુવાર, 9 માર્ચ 2023 (15:02 IST)
India vs Australia 4th Test Live Score Update: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાય રહી છે. ઓસ્ટ્રેલિયાના કપ્તાન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી. પહેલા દિવસનુ બીજુ સેશન સમાપ્ત થઈ ચુક્યુ છે. ઓસ્ટ્રેલિયાના કપ્તાન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. પહેલા દિવસનુ બીજુ સેશન સમાપ્ત થઈ ચુક્યુ છે.  ટીમ ઈંડિયા પહેલા જ 2-1 થી આગળ ચાલી રહી છે. અગાઉની મેચમાં ટીમ ઈંડિયાના બેટ્સમેન ઓસ્ટ્રેલિયાઈ સ્પિનર્સની આગળ ખરાબ રીતે ફ્લોપ સાબિત થયા હતા. આ મેચમાં ટીમ ઈંડિયાના બેટ્સમેન ઓસ્ટ્રેલિયાઈ સ્પિનર્સની આગળ એકદમ ફ્લોપ સાબિત થયા હતા. આ મેચમાં વિરાટ કોહલી, શુભમન ગીલ, શ્રેયસ અય્યર અને કે એસ ભરતે પોતાના સર્વ શ્રેષ્ઠ ફોર્મમા આવુ જ પડશે.  

 
ઓસ્ટ્રેલિયન ખેલાડી ઉસ્માન ખ્વાજા અને કેમરન ગ્રીન ક્રિઝ પર છે. ખ્વાજા સેંચુરી તરફ આગળ વધી રહ્યા છે. ટીમનો સ્કોર 4 વિકેટે 185 રન છે.
 
પીટર હેન્ડ્સકોમ્બ 17 રન બનાવીને આઉટ થયો હતો. તેને મોહમ્મદ શમીએ બોલ્ડ કર્યો હતો. અગાઉ સ્ટીવ સ્મિથ 38, માર્નસ લાબુશેન 3 અને ટ્રેવિસ હેડ 32 રને આઉટ થયા હતા.
 
મોહમ્મદ શમીએ બે વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનને એક-એક વિકેટ મળી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધુળેટી રમીને બાથરૂમમાં ન્હાવા ગયા પતિ-પત્ની, 1 કલાક સુધી બહાર ન નીકળ્યા, બંનેના મોત