આઈપીએલ ફિક્સિંગ મામલે લોઢા કમિટીએ ચેન્નઈ સુપર કિંગ્સના ટીમ પ્રિસિપલ રહેલ ગુરૂનાથ મયપ્પન અને રાજસ્થાન રોયલ્સના સહ માલિક રાજ કુંદ્રાના સટ્ટેબાજીના દોષી જોવા મળ્યા અને બંને પર ક્રિકેટની ગતિવિધિયોમાં ભાગ લેવા પર આજીવન બેન લગાવી દેવામાં આવ્યો છે.
કમિટીએ માન્યુ કે સીએસકેનો ભાગ રહેતા મયપ્પને ખુલેઆમ નિયમોનું ઉલ્લંઘન કર્યુ. દિલ્હીમાં મંગળવારે પ્રેસ કોંફ્રેંસ દરમિયાન જસ્ટિસ લોઢાએ કહ્યુ, તે સટ્ટેબાજીના દોષી સાબિત થયા છે. તેમના કામથી બીસીસીઆઈ લીગ અને રમતની છબિને નુકશાન પહોંચ્યુ છે.
સુપ્રીમ કોર્ટ તરફથી ગઠિત આ કમિટી રાજ કુંદ્રા પર પણ સજા સંભળાવી. રાજ કુદ્રા અને શિલ્પા શેટ્ટી પર આઈપીએલની કોઈપણ ગતિવિધિ પર આજીવન બેન લગાવી દીધો છે. સાથે જ ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે.
રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સના તમામ ખેલાડીઓ પણ બે વર્ષ સુધી કોઈપણ ઓક્સન(નીલામી)માં સામેલ કરવામાં નહી આવે. ક્રિકેટ જગતનો આ એક ખૂબ જ મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.