Publish Date: Tue, 25 Apr 2023 (11:28 IST)
Updated Date: Tue, 25 Apr 2023 (11:39 IST)
WTC Final Team India : આઈપીએલ 2023 દરમિયાન બીસીસીઆઈએ એક મોટો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈની તરફથી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમ ઈંડિયાનુ એલાન કરી દેવામાં આવ્યુ છે. ડબલ્યુટીસીની ફાઈનલ મુકાબલો સાત જૂનથી ઈગ્લેંડમાં રમાશે. તેમા ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા જ ક્વાલીફાઈ કરી ચુકી છે. ઓસ્ટ્રેલિયાઈ ટીમ નુ એલાન પહેલા જ કરી દેવામાં આવ્યુ હતુ, હવે બીસીસીઆઈએ ભારતીય ટીમનુ એલાન કરી દીધુ છે. ટીમની કમાન એકવાર ફરીથી રોહિત શર્માના જ હાથમાં રહેશે. બીજી બાજુ એ પ્લેયર્સને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે જે લાંબા સમયથી ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર ચાલી રહ્યા હતા. આઈપીએલમા સીએસકે માટે રમી રહેલ અને શ્રેષ્ઠ રમત બતાવી રહેલ અજિંક્ય રહાણેને બીસીસીઆઈની તરફથી ઈનામ આપવામાં આવ્યુ છે. તેમને એકવાર ફરીથી ટીમ ઈંડિયાની ટિકિટ મળી ગઈ છે.