India vs Australia 4th T20 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી T20 મેચ રાયપુરના શાહી વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે ઓસ્ટ્રેલિયન ટીમને જીતવા માટે 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ 154 રન જ બનાવી શકી હતી અને 20 રનથી મેચ હારી ગઈ હતી. ભારત માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું
ભારતીય ટીમે શ્રેણીમાં અજેય સરસાઈ મેળવી લીધી છે
ચોથી T20 મેચમાં ભારતીય ટીમ માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારત તરફથી રિંકુ સિંહે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. તેના સિવાય જીતેશ શર્માએ 35 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે મેચમાં અદભૂત બોલિંગ કરી હતી. તેણે પોતાની ચાર ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ લીધી હતી. દીપક ચહરે તેના ખાતામાં 2 વિકેટ લીધી હતી. રવિ બિશ્નોઈ અને અવેશ ખાને 1-1 વિકેટ લીધી હતી.
ભારતીય ટીમે જીત હાંસલ કરી હતી
ભારતીય ટીમે ચોથી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું હતું. આ મેચમાં જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે.