Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતે શ્રીલંકાને હરાવીને એશિયા કપ 2023ની ફાઇનલમાં મેળવ્યું સ્થાન, કુલદીપ યાદવ બન્યો જીતનો હીરો

team india
, મંગળવાર, 12 સપ્ટેમ્બર 2023 (23:53 IST)
team india
ભારતીય ટીમે એશિયા કપ 2023ના સુપર 4ની બીજી મેચમાં શ્રીલંકાને 41 રને હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પણ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે 14 સપ્ટેમ્બરે રમાનારી મેચની વિજેતા ટીમ ફાઇનલમાં જગ્યા બનાવી શકે છે. આ મેચની વાત કરીએ તો ભારતે 213 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 172 રનમાં સમેટાઈ ગઈ હતી. આ મેચમાં પણ ટીમ ઈન્ડિયાની જીતનો હીરો બન્યો કુલદીપ યાદવ. સોમવારે તેણે પાકિસ્તાન સામે પાંચ વિકેટ લીધી હતી અને હવે આજે તેણે શ્રીલંકા સામે 9.3 ઓવરમાં 43 રન આપીને 4 વિકેટ લીધી છે.
 
ભારતીય ટીમે સુપર 4ની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે 228 રનથી શાનદાર જીત નોંધાવી હતી. આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શ્રીલંકા સામે બેટિંગ થોડી ઢીલી પડી હતી પરંતુ બોલરોએ પાકિસ્તાન બાદ શ્રીલંકાના બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. આ મેચમાં કુલદીપ યાદવની 4 વિકેટ ઉપરાંત રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યા અને મોહમ્મદ સિરાજને એક-એક સફળતા મળી હતી.
 
કેવી હતી ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સની હાલત?

 
આ મેચમાં ટીમ ઈન્ડિયા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવી હતી. પરંતુ શ્રીલંકાના ખેલાડીઓની સામે ટીમ ઈન્ડિયા માત્ર 213 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી વેલ્લાલેગે 5 અને ચરિથ અસલંકાએ 4 વિકેટ ઝડપી હતી. મહિષ તિક્ષાનાને એક વિકેટ મળી હતી. ભારતની બેટિંગની વાત કરીએ તો શરૂઆતની વિકેટ માટે 80 રનની ઝડપી ભાગીદારી બાદ ટીમનો દાવ ખોરવાઈ ગયો હતો અને 91 રનમાં ત્રણ વિકેટ પડી ગઈ હતી. રોહિતે 53 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પછી ભારતે કેએલ રાહુલ અને ઈશાન કિશનના દમ પર ચોથી વિકેટ માટે 63 રન જોડીને પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફરી એકવાર વેલ્લાલેજે 30મી ઓવરમાં રાહુલની વિકેટ લઈને ભારતને મજબૂત સ્થિતિમાં આવવા દીધું નહીં. તેણે હાર્દિક પંડ્યાને પણ આઉટ કરીને દિવસની તેની પાંચમી વિકેટ લીધી અને પછી ઈશાન પણ ચરિથ અસલંકાની ઓવરમાં આઉટ થયો. આ પછી અસલંકાએ વધુ 3 વિકેટ લઈને ભારતના મિડલ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ABZO મોટર્સે ગુજરાતમાં ABZO VS01 નામની ઇલેક્ટ્રિક મોટરસાઇકલ લૉન્ચ કરી