Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND Vs WI T20 World Cup - ભારતે PAK વેસ્ટ ઈન્ડિઝને પણ હરાવ્યું, છ વિકેટે જીતી મેચ, રિચાએ ફટકાર્યો વિનિંગ શોટ

Richa Ghosh
, બુધવાર, 15 ફેબ્રુઆરી 2023 (23:27 IST)
IND W vs WI W T20 World Cup Highlights News in Gujarati: પાકિસ્તાન સામે પ્રથમ મેચ જીત્યા બાદ ભારતીય ટીમે બુધવારે વેસ્ટ ઈન્ડિઝ સામે પણ જીત મેળવી હતી. આ મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સમાં રમાઈ હતી. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન હેલી મેથ્યુઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વિન્ડીઝે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 118 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 18.1 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
 
ભારતે વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટે હરાવ્યું
ભારતે મહિલા T20 વર્લ્ડ કપની શાનદાર શરૂઆત કરી છે. બુધવારે ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં સતત બીજી ગ્રુપ મેચ જીતી હતી. કેપટાઉનમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 118 રન બનાવ્યા હતા. સ્ટેફની ટેલરે 40 બોલમાં 42 અને શેમેન કેમ્પબેલે 36 બોલમાં 30 રન બનાવ્યા હતા.
 
119 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે એક તબક્કે 43 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા અને જેમિમા રોડ્રિગ્સ પેવેલિયન પરત ફર્યા હતા. આવી સ્થિતિમાં કેપ્ટન હરમનપ્રીત કૌર અને રિચા ઘોષે ભારતીય ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી હતી. હરમનપ્રીત 42 બોલમાં 33 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી રિચાએ દેવિકા વૈદ્ય સાથે મળીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. તેણે વિનિંગ શોટ (ચાર) માર્યો. રિચા 32 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 44 રન બનાવીને અણનમ રહી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રોહિતની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, હવે આખી દુનિયા પર ભારતનુ રાજ