Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND vs NZ 3rd T20 Highlights: ભારતે ત્રીજી ટી૨૦માં ન્યુઝીલેન્ડને 168 રનથી ધોઈ નાખ્યું, શ્રેણી 2-1 થી કરી પોતાને નામ

team india
, બુધવાર, 1 ફેબ્રુઆરી 2023 (22:12 IST)
India vs New Zealand 3rd T20 Live Cricket Score Updates: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી T20 સીરીઝની આજે નિર્ણાયક મેચ છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સિરીઝ 1-1 થી બરાબર છે. આજે જે પણ જીતશે, શ્રેણી તેના નામ પર રહેશે.

ભારતને મળી મોટી જીત  
ભારતે ત્રીજી T20માં ન્યૂઝીલેન્ડને 168 રને હરાવીને શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી છે. 235 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ માત્ર 66 રનમાં સમેટાઈ ગઈ હતી.
 
હાર્દિકની શાનદાર બોલિંગ
હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 16 રન આપીને ચાર વિકેટ લીધી હતી. T20 ઈન્ટરનેશનલમાં આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. આ પહેલા તેણે ઈંગ્લેન્ડ સામે 33 રનમાં ચાર વિકેટ ઝડપી હતી.
 

7મી વિકેટ પણ ગઈ 
ન્યુઝીલેન્ડે પણ 53ના સ્કોર પર તેની 7મી વિકેટ ગુમાવી છે. શિવમ માવીએ એક ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. ઈશ સોઢી પણ પેવેલિયન પરત ફર્યો છે.
 
માવીએ સેન્ટનરને  કર્યો આઉટ
ન્યૂઝીલેન્ડે 53ના સ્કોર પર તેની છઠ્ઠી વિકેટ ગુમાવી છે. શિવમ માવીએ મિશેલ સેન્ટનરને આઉટ કર્યો. આ ઇનિંગમાં સૂર્યકુમાર યાદવે ત્રીજો અને શાનદાર કેચ પકડ્યો હતો.
 
માવીએ સેન્ટનરને આઉટ કર્યો
ન્યૂઝીલેન્ડે 53ના સ્કોર પર તેની છઠ્ઠી વિકેટ ગુમાવી છે. શિવમ માવીએ મિશેલ સેન્ટનરને આઉટ કર્યો. આ ઇનિંગમાં સૂર્યકુમાર યાદવે ત્રીજો અને શાનદાર કેચ પકડ્યો હતો.
 
ન્યુઝીલેન્ડની અડધી ટીમ આઉટ
ન્યૂઝીલેન્ડની અડધી ટીમ 21 રનમાં આઉટ થઈ ગઈ છે. ઉમરાન મલિકે પોતાની પહેલી જ ઓવરમાં માઈકલ બ્રેસવેલને ક્લીન બોલ્ડ કર્યો હતો. કિવી ટીમ શરમજનક હાર તરફ આગળ વધી રહી છે.
 
સૂર્યકુમાર યાદવના બે આકર્ષક કેચ
ન્યુઝીલેન્ડે માત્ર 7ના સ્કોર પર પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. સૂર્યકુમાર યાદવે સ્લિપમાં તેનો બીજો અદ્ભુત કેચ લઈને ગ્લેન ફિલિપ્સને પેવેલિયન મોકલ્યો હતો. હાર્દિક પંડ્યાએ બીજી વિકેટ પોતાના નામે કરી હતી.
 
ન્યુઝીલેન્ડે 5 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી
ન્યૂઝીલેન્ડની ટીમે 5 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. અર્શદીપ સિંહે તેની પ્રથમ ઓવરમાં માત્ર એક રન આપીને બે વિકેટ લીધી હતી. તેણે ડેવોન કોનવે અને માર્ક ચેપમેનને પેવેલિયનમાં મોકલ્યા.
 
ડેવોન કોનવે પણ આઉટ
બીજી ઓવરના પહેલા જ બોલ પર ભારતને બીજી સફળતા મળી હતી. અર્શદીપ સિંહે ડેવોન કોનવેને 1 રનના સ્કોર પર પેવેલિયન પરત મોકલ્યો હતો. 235 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમે 4 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી છે.
 
ફિન એલન આઉટ
હાર્દિક પંડ્યાએ પ્રથમ ઓવરમાં જ ભારતને સફળતા અપાવી હતી. ફિન એલન 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો અને સૂર્યકુમાર યાદવે સ્લિપમાં શાનદાર કેચ પકડ્યો હતો.

ભારતે ન્યુઝીલેન્ડને 235 રનનો ટાર્ગેટ આપ્યો હતો
પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 234 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 63 બોલમાં અણનમ 126 રન બનાવ્યા હતા.


શુભમન ગિલે સદી ફટકારી હતી
શુભમન ગિલે 54 બોલમાં પોતાની પ્રથમ ટી20 સદી પૂરી કરી છે. તેણે છઠ્ઠી T20 ઈન્ટરનેશનલમાં આ કારનામું કર્યું હતું. તે ભારત માટે T20માં સદી ફટકારનાર 7મો બેટ્સમેન છે.


સૂર્યકુમાર યાદવ આઉટ
ભારતને સૂર્યકુમાર યાદવના રૂપમાં ત્રીજો અને જોરદાર ઝટકો લાગ્યો છે. તે 12 બોલમાં 24 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારતે 125ના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. માઈકલ બ્રેસવેલે શાનદાર કેચ લઈને સૂર્યાને પેવેલિયન પરત મોકલી દીધો હતો.

શુભમન ગિલની પચાસ પુરી
શુભમન ગિલે તેની છઠ્ઠી T20 ઈન્ટરનેશનલમાં તેની પ્રથમ અડધી સદી ફટકારી છે. તેણે 35 બોલમાં ફિફ્ટી પૂરી કરી. તે જ સમયે તેની સાથે સૂર્યકુમાર યાદવ પણ ક્રીઝ પર હાજર છે. ભારતનો સ્કોર 12 ઓવર પછી 2 વિકેટે 118 રન છે.
 
ભારતનો સ્કોર 100ને પાર કરી ગયો
ભારતનો સ્કોર 10 ઓવરમાં 102 રન થઈ ગયો છે. શુભમન ગિલ 46 રન બનાવીને ક્રિઝ પર છે. તે જ સમયે, રાહુલ ત્રિપાઠી 22 બોલમાં 44 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

 
રાહુલ ત્રિપાઠીની ધમાકેદાર ઇનિંગ્સનો અંત આવ્યો
રાહુલ ત્રિપાઠી 22 બોલમાં 44 રનની શાનદાર ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો છે. 87ના સ્કોર પર ભારતને બીજો ઝટકો લાગ્યો હતો. તેણે અને શુભમન ગીલે બીજી વિકેટ માટે 80 રન જોડ્યા હતા.

 
પાવરપ્લેમાં ભારતનો ધમાકો
પાવરપ્લેમાં ભારતે ઈશાન કિશન (1)ની એક વિકેટ ગુમાવીને 58 રન બનાવ્યા હતા. આનો શ્રેય રાહુલ ત્રિપાઠી અને શુભમન ગિલની ઇનિંગ્સને જાય છે. રાહુલ 20 અને ગિલ 34 રને અણનમ છે.
 
50 રનની ભાગીદારી
શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠી વચ્ચે બીજી વિકેટ માટે 28 બોલમાં 50 રનની ભાગીદારી પૂરી થઈ ગઈ છે. રાહુલ 20 અને ગિલ 33 રને રમી રહ્યા છે.
 
શુભમન ગીલે મચાવી ધમાલ  
શુભમન ગિલ અમદાવાદમાં ખૂબ જ સારા ફોર્મમાં મળી રહ્યો છે. તેણે ઇનિંગ્સની પાંચમી ઓવરમાં ટિકનર પર ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. તે 32 રન બનાવીને ક્રિઝ પર છે. ભારતનો સ્કોર 5 ઓવર પછી એક વિકેટે 44 રન છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત સરકારનું સત્તાવાર એલાન, બજેટ સત્રમાં પેપરલીક મામલે લવાશે નવો કાયદો