Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND vs BAN, Day-Night Test Match - ભારતે પ્રથમ દાવ કર્યો ડિકલેર, બાંગ્લાદેશ પર 241 રનની બનાવી બઢત

IND vs BAN, Day-Night Test Match - ભારતે પ્રથમ દાવ કર્યો ડિકલેર, બાંગ્લાદેશ પર 241 રનની બનાવી બઢત
, શનિવાર, 23 નવેમ્બર 2019 (18:02 IST)
કપ્તાન વિરાટ કોહલીની સદીને કારણે ભારતે ડે નાઈટ ટેસ્ટના બીજા દિવસના અંત સુધી બાંગ્લાદેશ વિરુદ્ધ અહી ઈડન ગાર્ડંસ પર 347 રન બનાવીને પોતાનો પ્રથમ દાવ જાહેર કરી દીધો.  જેને કારણે ભારત પાસે હવે એક દાવથી જીતવાની સોનેરી તક છે. ભારતે પહેલા જ દિવસે બાગ્લાદેશના પ્રથમ રમતને 106 રન પર સમેટાવી દીધી હતી. 
 
ભારતીય ટીમે આ ટેસ્ટ મેચમાં બોલર્સનાં દમ પર બાંગ્લાદેશની પહેલી ઈનિંગ 106 રન પર ઓલ આઉટ કરી દીધું છે. તે બાદ પહેલા દિવસનો ખેલ ખતમ થતાં શુક્રવારે 3 વિકેટ પર 174 રન બનાવી લીધા હતા જેનાથી યજમાન ટીમને 68 રનની લીડ મળી ગઈ હતી. બીજા દિવસે વિરાટે ઈનિંગની 68મી ઓવરના ત્રીજા બોલમાં બે રન દોડીને પોતાની સદી પૂરી કરી હતી.
 
વિરાટ પિંક બોલથી સેન્ચુરી ફટકારનાર પહેલો ભારતીય ખેલાડી બની ગયો છે. આ સદીથી વિરાટે કેપ્ટન તરીકે સેન્ચુરી ફટકારી પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને પણ પાછળ પછાડી દીધો છે. કેપ્ટન તરીકે આ તેની 20મી ટેસ્ટ છે. જો કે આ લિસ્ટમાં સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર ગ્રીમ સ્મિથ ટોપ પર છે. જેણે કેપ્ટન તરીકે 109 ટેસ્ટ મેચોમાં 25 સદી ફટકારી હતી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એ રાત જેણે મહારાષ્ટ્રની રાજનીતિ બદલી નાખી, શું થયું હતું એ રાતે?