Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડીન જૉન્સ : મુંબઈમાં ઑસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટરનું હાર્ટ ઍટેકથી નિધન

ડીન જૉન્સ : મુંબઈમાં ઑસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટરનું હાર્ટ ઍટેકથી નિધન
, શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2020 (08:53 IST)
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ પૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ડીન જોન્સનું હાર્ટ ઍટેકથી મુંબઈમાં અવસાન થયું છે. ડીન જોન્સ 55 વર્ષના હતા અને આઈપીએલની કૉમેન્ટ્રી માટે મુંબઈથી કામ કરી રહ્યા હતા.
 
ઑસ્ટ્રેલિયાના મહાન બેટ્સમૅનમાં સામેલ એવા ડીન જોન્સે 52 ટેસ્ટ મૅચ અને 164 વન-ડે મૅચ રહી હતી. ડીન જોન્સે આંતરરાષ્ટ્રિય ટેસ્ટ ક્રિકેટમાં ઑસ્ટ્રેલિયા તરફથી 52 મેચમાં 3631 રન બનાવ્યા છે. તેમની એવરેજ 46.55ની હતી. તેમણે હાઇએસ્ટ 216 રન બનાવ્યા હતા.
 
વન-ડે ક્રિકેટમાં તેમણે 164 મેચમાં 44.61ની એવરેજથી 6068 રન બનાવ્યા હતા. તેઓ પોતાના કરિયરની પહેલી વન-ડે ક્રિકેટ મેચ પાકિસ્તાન સામે 1984માં રમ્યા હતા. જ્યારે છેલ્લી મેચ સાઉથ આફ્રિકા સામે 1994માં રમ્યા હતા.
 
ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ટ્વીટ કહ્યું કે ડીન જોન્સ સાથી અને પ્રિય મિત્રને ગુમાવવાનો ખૂબ જ આઘાત લાગ્યો છે. બહુ નાની ઉંમરમાં ગુજરી ગયા. તેમના પરિવારને સાંત્વના મળે અને તેમની આત્માને શાંતિ મળે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

KXIPvRCB: કેએલ રાહુલના બે કેચ છોડીને સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા વિરાટ કોહલી