Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ind Vs NZ Live Score:- ભારતે જીતી સતત બીજી સુપર ઓવર, સીરીઝમાં 4-0થી બઢત

Ind Vs NZ Live Score:- ભારતે જીતી સતત બીજી સુપર ઓવર, સીરીઝમાં 4-0થી બઢત
, શુક્રવાર, 31 જાન્યુઆરી 2020 (16:43 IST)
કોહલીએ ચોક્કો લગાવ્યો અને ભારતને જીત અપાવી 
 
સાઉદીની ચોથી બોલ અને કોહલીએ શૉટ રમ્યો અને ભાગીને બે રન લીધા. હવે બે બોલમાં બે રન જોઈએ 
 
સંજૂ સૈમસન ક્રીઝ પર આવ્યા છે. એક વધુ વિકેટ પડવાનો મતલબ છે ભારતની હાર 
 
સાઉદીની ત્રીજી બોલ અને તેમણે સ્કૉટને કેચ પકડાવ્યો અને આઉટ થયા 
 
ઈંડિયા-ન્યુઝીલેંડની મેચ ટાઈ  સુપર ઓવરમાં  ન્યુઝીલેંડે બનાવ્યા 12 રન 
 
બુમરાહની ઓવરની છેલ્લી બોલ પર કોઈ રન નહી બન્યો અને ભારતને જીત માટે 13 રન જોઈએ 
 
બુમરાહની ઓવરની 5મી બોલ જેના પર મુનરોએ ચોક્કો લગાવ્યો. અત્યાર સુધી ઓવરમાં બન્યા 12 રન 
 
 બુમરાહની ચોથી બોલ અને આ વખતે શિવમ દુબેએ સટીફર્ટનો કેચ પકડયો કોઈ રન નહી 
 
બુમરાહની ત્રીજી બોલ પર કેએલ રાહુલે કેચ છોડ્યો અને બન્યા બે રન 
 
બુમરાહની બીજી બોલ પર સટીફર્ટે માર્યો ચોક્કો. હવે 6 રન બન્યા 
 
બુમરાહની પહેલી બોલ બે રન 
 
સુપર ઓવરમાં ન્યુઝીલેંડ તરફથી સટીફર્ટ અને કોલિન મનરો આવ્યા છે. ભારત તરફથી જસપ્રીત બુમરાહ સુપરઓવર નાખશે  
 
એકવાર ફરી સુપરઓવરમાં મેચ પહોંચી ગઈ છે. શાર્દૂલની ઓવરની અંતિમ બોલ મિચેલ સેંટનર રન આઉટ થઈ ગયા અને મુકાબલો ટાઈ થઈ ગયો  
આઠમી ઓવરમાં પહેલા કેએલ રાહુલે બીજી બોલ પર ચોક્કો લગાવ્યો ત્યારબાદ ઓવરની ચોથી અને અંતિમ બોલ પર દુબેએ ચોક્કો લગાવ્યો. ભારત માટે આ ઓવર સારી રહી. જેમા 14 રન આવ્યા 
 
આ શ્રેણીમાં અત્યાર સુધી આ ભારતની સૌથી ખરાબ શરૂઆત છે.  જવાબદારી હવે કેએલ રાહુલ પર છે કે તે સારી ભાગીદારી કરે. આ દરમિયાન ક્રીઝ પર શિવમ દુબે આવ્યા છે. 

સ્કોરકાર્ડ માટે ક્લિક કરો 
 
વેલિગ્ટન. ન્યુઝીલેંડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  ભારત બેટિંગ કરી રહ્યુ છે.  ભારતને 14 રનના કુલ સ્કોર પર  પ્રથમ ઝટકો લાગ્યો.  અને સંજૂ સૈમસન 8 રન બનાવીને આઉટ થઈ ગયા. રોહિત શર્માના સ્થાન પર સંજુ સૈમસન ઓપનિંગ કરવા ઉતર્યા હતા.  ન્યુઝીલેન્ડની ટીમમાં બે ફેરફાર થયા છે. કૉલિન ગ્રૈડહોમને સ્થાને ટૉમ બ્રુસ અને કેન વિલિયમસનનના સ્થાન પર ડેરિલ મિચેલ રમવાના છે. ભારતીય ટીમમાં મુખ્ય 3 ફેરફાર થયા છે.  રોહિત શર્મા, રવિન્દ્ર જડેજા અને મોહમ્મદ શમીના સ્થાન પર સંજૂ સૈમસન, નવદીપ સૈની અને વૉશિગટન સુંદરને તક આપવામાં આવી છે.  આજે ભારત અને ન્યુઝીલેંડ વચ્ચેની પાંચ મેચોની શ્રેણીની ચોથી મેચ રમાય રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાતિલ ઠંડીની સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 3.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા