સચિનને ભેટ સ્વરૂપે મળશે ચાંદીનું બેટ
ગ્વાલિયર , સોમવાર, 22 ફેબ્રુઆરી 2010 (16:40 IST)
ટીમ ઇંડિયાના સ્ટાર બેટ્સમેન સચિન તેંદુલકરને ગ્વાલિયર ડિવિજન ક્રિકેટ એસોસિએશન સન્માનિત કરશે. જીડીસીએ ભારત અને દક્ષિણ આફ્રીકાના બીજા વન ડે માં સચિનને ક્રિકેટમાં 20 વર્ષ પૂર્ણ કરવા માટે ચાંદીમાંથી બનાવેલું બેટ ભેટસ્વરૂપે આપશે. માસ્ટર બ્લાસ્ટર સચિનને આપવામાં આવનારા ચાંદીના બેટનો વજન દોઢ કિલો છે. જેને જોધપુરના કારીગરોએ બનાવ્યું છે. ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજો એકદિવસીય મુકાબલો 24 જાન્યુઆરીના રોજ ગ્વાલિયરમાં રમવામાં આવશે.