ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાના લગ્નમાં નેતા , અભિનેતાથી લઈને ક્રિકેટની દુનિયાના ઘણા શામેલ છે. લગ્નની ટીમ ઈંડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની , તેમની પત્ની સાક્ષી , યૂપીના સીએમ અખિલેશ યાદવ, પહેલવાન સુશીલ કુમાર ,ઈરફાન પઠાન , અનુપમ ખેર , વીરેન્દ્ર સહવાગ, શિખર ધવન અને ચેન્નઈ સુપર્કિંગ્સ ટીમના સાથી શામેલ થયા. પણ આ સમયે વિરાટ અને અનુષ્કા જોવા ન મળ્યા.
એવુ કહેવાય છે કે બન્ને લગ્નના દિવસે ફરીથી મુંબઈ નીકળી ગયા. આ પહેલા સુધી તેઓ દિલ્હીમાં જ હતા. બન્ને શુક્ર્વારે મુંબઈ ઘરેલૂ હવાઈ મથક પર જોવા મળ્યા બન્નેએ એક જેવી જ કાળી ટી-શર્ટ અને ભૂરી જીંસ પહેરી રાખી હતી.
એવુ કહેવાય છે કે દિલ્હીમાં અનુષ્કાએ વિરાટની માં અને પરિવારના લોકો સાથે ચર્ચા કરી. પણ એ સ્પષ્ટ નથી કે બન્ને રૈનાના લગ્નમાં કેમ ન ગયા ? અનુષ્કા વર્લ્ડ કપ સેમીફાઈનલ મેચ જોવા માટે અસ્ટ્રેલિયા પણ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાથી પણ વિરાટ અને અનુષ્કા સાથે જ આવ્યા હતા.