Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આરોગ્યસેતુ ઍપ : નવ કરોડ મોબાઇલ-યૂઝરનો ડેટા જોખમમાં?

આરોગ્યસેતુ ઍપ : નવ કરોડ મોબાઇલ-યૂઝરનો ડેટા જોખમમાં?
, ગુરુવાર, 7 મે 2020 (16:05 IST)
કોરોનાના ફેલાવાને અંદાજવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી આરોગ્યસેતુ ઍપ્લિકેશનની ઉપર અનિશ્ચિતતાના વાદળ ઘેરાયા છે. ભારતમાં કાર્યરત 'લગભગ દરેક મોબાઇલ' iOS અથવા ઍન્ડ્રૉઇડ સિસ્ટમ પર સંચાલિત છે અને આરોગ્યસેતુ ઍપ બંને પ્લૅટફૉર્મ પર કાર્યરત છે.
 
ત્યારે બીજી બાજુ, ટેકનૉલૉજી જાયન્ટ્સ ઍપલ તથા ગુગલે અલગ-અલગ દેશોના આરોગ્ય વિભાગ તથા ડેવલપર્સ દ્વારા તૈયાર વિકસાવવામાં આવેલી કૉન્ટેક્ટ ટ્રેસિંગ મોબાઇલ ઍપ્લિકેશન્સને ટેકનિકલ સપૉર્ટ પાછો ખેંચી લેવાની વાત કહી છે.
 
ઍપલ તથા ગુગલ દ્વારા કૉન્ટેક્ટ ટ્રેસિંગ માટે સંયુક્ત રીતે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે, જેનાથી વપરાશકર્તાના ડેટાની પ્રાઇવસી તથા સિક્યૉરિટી સર્વોચ્ચ હશે.
 
ઍથિકલ હેકર ઇલિયટ ઍલ્ડરસને આરોગ્યસેતુ ઍપના વપરાશકર્તાની ડેટા-પ્રાઇવસી અંગે સવાલ ઉઠાવ્યા છે.
 
આરોગ્યસેતુ પર આળ
 
ફ્રેન્ચ હેકર ઇલિયટ ઍલ્ડરસનનું કહેવું છે કે 'રાહુલ ગાંધીની વાત ખરી છે. ભારતની આરોગ્યસેતુ ઍપમાં ખામી છે, જેના કારણે ભારતમાં આરોગ્યસેતુ વાપરનારાઓનો ડેટા જોખમમાં મૂકાઈ શકે છે.'
 
તેમણે દાવો કર્યો હતો કે મંગળવારે વડા પ્રધાન કાર્યલાયમાં પાંચ, ભારતીય સેનાના મુખ્યાલયમાં બે લોકો નાદુરસ્ત હતા.
 
સંસદમાં એક વ્યક્તિ તથા ગૃહ મંત્રાલયની ત્રણ વ્યક્તિને ચેપ લાગ્યો હતો.
 
ઍલ્ડરસને ચોથી એપ્રિલનું ટ્વીટ ફરી રિ-ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે માત્ર એકલાઇનનો કોડ લખવાથી ઍપની ઇન્ટરનલ ફાઇલ ખુલી શકે છે.
 
સાથે જ ઉમેર્યું હતું કે નવા વર્ઝનમાં એ સંભવ નથી તથા એ ખામીને ચૂપચાપ દુરસ્ત કરી લેવામાં આવી છે.
 
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ બીજી મેના દિવસે ટ્વીટ કર્યુ હતું કે આરોગ્યસેતુ ઍપ એ વાસ્તવમાં આધુનિક સર્વેલન્સ સિસ્ટમ છે, જે એક ખાનગી ઑપરેટરને સોંપી દેવામાં આવી છે, તેની ઉપર નજર રાખનારું કોઈ નથી. જેના કારણે ડેટા સિક્યૉરિટી તથા પ્રાઇવસી અંગે ગંભીર સવાલ ઊભા થાય છે.
 
સલામત રહેવામાં ટેકનૉલૉજી આપણને મદદ કરી શકે છે, પરંતુ ડરને કારણે મંજૂરી વગર નાગરિકોનું પગેરું દાબવા માટે તેનો ઉપયોગ ન થવો જોઈએ.
 
આરોગ્યસેતુનો ઉત્તર
 
ઇલિટ ઍલ્ડરસનના દાવા બાદ આરોગ્યસેતુ ઍપે ટ્વિટર ઉપર નિવેદન મૂક્યું હતું, જેમાં હેકરનો આભાર માન્યો છે અને કોઈને પણ કોઈ ખામી મળી આવે તો [email protected] જાણ કરવા આગ્રહ કર્યો છે.
 
જોકે, ઍપનિર્માતાઓનો દાવો છે કે કોઈપણ વપરાશકર્તાની માહિતી ઉપર જોખમ હોવાનું માલૂમ નથી પડ્યું. આ સિવાય સતત પણ સિસ્ટમ ટેસ્ટિંગ અને અપગ્રેડિંગનું કામ ચાલુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
 
કેન્દ્ર સરકારના એકમ નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર ઈ-ગવર્નમેન્ટ મોબાઇલ ઍપ્સ દ્વારા આ ઍપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.
 
લૉન્ચિંગથી અત્યાર સુધીમાં નવ કરોડ લોકોએ આ ઍપ ડાઉનલોડ કરી છે.
 
માર્ચ-2018માં બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નમો ઍપ ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા અને દાવો કર્યો હતો કે તેની મદદથી મતદાતાનું પ્રોફાઇલિંગ કરી શકાય છે તથા તેની હિલચાલ અંગે માહિતી મેળવી શકાય છે.
 
ત્યાર ઍલ્ડરસને દાવો કર્યો હતો કે નમો ઍપનો ઉપયોગ રાજકીય પક્ષ ચૂંટણી દરમિયાન લાભ લેવા માટે કરી શકે છે.
 
આ પહેલાં જાન્યુઆરી-2018માં ઍલ્ડરસને અગાઉ ભારતમાં આધારકાર્ડના ડેટાના સંગ્રહ અંગે સવાલ ઉઠાવ્યા હતા.
 
તેમણે દાવો કર્યો હતો કે આધારની ઍન્ડ્રૉઇડ ઍપ્લિકેશન વપરાશકર્તાના પાસવર્ડ સુધી સરળતાથી પહોંચી શકાય છે.
 
આધાર માટેના સત્તામંડળ યુનિક આઇડેન્ટિફિકેશન ઑથૉરિટી ઑફ ઇન્ડિયાએ આ આરોપોને નકારી કાઢ્યા હતા.
 
આરોગ્યસેતુનો હેતુ
લૉન્ચિંગ સમયથી જ લગભગ દરેક જાહેર કાર્યક્રમમાં, રાષ્ટ્રજોગ સંબોધનમાં તથા 'મન કી બાત'માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આરોગ્યસેતુ ઍપને ડાઉનલોડ કરવાનો આગ્રહ કરી રહ્યા છે.
 
કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલી વ્યક્તિઓનું પગેરું દાબવામાં સરળતા રહે તે માટે 'આરોગ્યસેતુ' મોબાઇલ ઍપ્લિકેશન વિકસાવાવામાં આવી છે. આ સિવાય તેનો હેતુ આરોગ્યતંત્ર તથા નાગરિકો વચ્ચે 'સેતુરૂપ' કામગીરી બજાવવાનો છે.
 
કોવિડ-19 સંબંધિત સત્તાવાર અને પ્રમાણભૂત માહિતી આપવા તથા આજુબાજુમાં કોરોનાગ્રસ્ત તથા સ્વમૂલ્યાંકનમાં કોરોનાના લક્ષણ હોવાનું સ્વીકારનાર વિશેની માહિતી આપવા માટે આ ઍપનો ઉપયોગ થઈ રહ્યો છે.
 
આ સિવાય જો કોઈ વ્યક્તિ કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંસર્ગમાં આવી હોય તો તેને સતર્ક કરી દે છે. આ માટે તે બ્લૂટૂથ, વાઈફાઈ તથ જી.પી.એસ.નો (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) ઉપયોગ કરે છે.
 
ભારતના શહેરી વિસ્તારમાં કોવિડ-19નો વ્યાપક ફેલાવો જોવા મળી રહ્યો છે, ત્યારે દેશના લગભગ દરેક સ્માર્ટફોન યૂઝર સુધી પહોંચી શકાય તે માટે કેન્દ્ર સરકારે iOS અને ઍન્ડ્રોઇડ પ્લૅટફૉર્મ ઉપર મોબાઇલ ઍપ્લિકેશન્સ લૉન્ચ કરી છે.
 
જે કોઈ શ્રમિક એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય, તેની પાસે ઍપ ડાઉનલોડ કરવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે.
 
આ સિવાય શહેરી વિસ્તારોમાં કાર્યરત ઑફિસમાં કામ કરવા આવતાં ખાનગી/સરકારી કર્મચારીઓના સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરવાનું ફરજિયાત બનાવી દેવાયું છે. આ સિવાય કેન્દ્રીય કર્મચારીઓ માટે પણ આરોગ્યસેતુ ઍપ ડાઉનલોડ કરવી અનિવાર્ય બનાવી દેવાઈ છે.
 
ઍડા લવલેસ ઇન્સ્ટિટ્યૂટના સંશોધકોનું કહેવું છે કે આ ઉપાય ચોક્કસ તથા વ્યવહારુ છે, તેના કોઈ પુરાવા નથી મળતા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આંધ્ર પ્રદેશ ગૅસ-લીકેજ : 13 લોકોનાં મૃત્યુ, લીક થયેલો ગૅસ કેટલો ખતરનાક?