Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમેરિકામાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 1260ના મોત, કુલ મૃત્યુઆંક 95 હજારને પાર

અમેરિકામાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 1260ના મોત, કુલ મૃત્યુઆંક 95 હજારને પાર
, શનિવાર, 23 મે 2020 (08:34 IST)
કોરોના વાયરસનો કહેર હજુ પણ આખા વિશ્વમાં ચાલી રહ્યો છે અને અમેરિકામાં હજુ પણ મોતનો સિલસિલો થમ્યો નથી. યુ.એસ.માં છેલ્લા 24 કલાકમાં 1260 જેટલા મોત થયા છે. શુક્રવારે થયેલ આ મોતને કારણે યુ.એસ.માં કોવિડ -19  સંક્રમણને કારણે  મૃત્યુઆંક 95 હજારને પાર કરી 95276 પર પહોંચી ગયો છે.
 
જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર સિસ્ટમ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઈ) ના જણાવ્યા મુજબ, દેશમાં કોરોના વાયરસના કુલ 1588322 કેસ છે. સીએસએસઇના આંકડા મુજબ સૌથી ખરાબ સ્થિતિ ન્યૂયોર્કની છે. અહી કોરોના સંક્રમણના 358154 કેસ અને 28743 લોકોના મોત થઈ ચુક્યા છે. ત્યારબાદ ન્યૂઝર્સીમાં 10985 મોત, મૈસાચુસેટ્સમાં 6148 અને મિશિગનમાં 5,129 લોકોના મોત થયા છે.
 
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર તમામ 50 પ્રાંત ખોલવા માટેનું દબાણ છે. જ્યારે કે જાહેર આરોગ્ય નિષ્ણાતોએ ચેતાવણી આપી છે કે આ પગલાથી પહેલા કરતાં વધુ મોત થશે. ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે યુએસમાં કોરોના વાયરસની બીજી લહેરની સ્થિતિમાં પણ દેશ બંધ નહીં થાય.
 
મિશિગન રાજ્યના ફોર્ડ પ્રોડક્શન પ્લાન્ટની મુલાકાત દરમિયાનપૂછવામાં આવ્યું કે શું તમે  કોરોના વાયરસની બીજી લહેરને લઈને ચિંતિત છો? ટ્રમ્પે કહ્યું, 'લોકો કહે છે કે આ ખૂબ જ જુદી સંભાવના છે .. અમે દેશ બંધ કરી રહ્યા નથી. અને આ  આગ લગાડવા જેવું છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના વાયરસ જતા નથી, લડવાની શૈલીમાં ફેરફાર કરવો પડશે