Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરત ના પાંડેસરા જી.આઈ ડી.સી ની ડાઇંગ મિલમાં આગ રાણી સતી મિલમાં ભીષણ આગ લાગી લગતા...ફાયર ની 14થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચવા રવાના...

સુરત ના પાંડેસરા જી.આઈ ડી.સી ની ડાઇંગ મિલમાં આગ રાણી સતી મિલમાં ભીષણ આગ લાગી લગતા...ફાયર ની 14થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચવા રવાના...
, શનિવાર, 27 નવેમ્બર 2021 (12:21 IST)
પાંડેસરા જીઆઇડીસી ની અંદર ભીષણ આગ લાગતાં ફાયર વિભાગ દોડતું થયું છે. ડાઇંગ પ્રિન્ટીંગ ની અંદર આગ એકાએક આગ ભભૂકી ઉઠતા જોતજોતામાં આજે આખી મિલને લપેટમાં લઈ લીધી હતી. આગ એટલી ભીષણ છે કે બે કિલોમીટર દૂરથી તેના ધુમાડાનો દેખાઈ રહ્યા છે. આગ લાગતાં આસપાસની મિલોમાં પણ ફફડાટ ફેલાયો છે.આગ લાગતા ફાયર વિભાગ થયું દોડતું. એકાએક આગ ભભૂકી ઉઠતા વિસ્તારની દોડધામ મચી જવા પામી છે. 
 
 પાંડેસરા જીઆઇડીસી ની રાણી સતી ડાઇંગ મિલમાં  આગ લાગતા ફાયર વિભાગને પાંચ ગેટની બહાર થી ૧૪ જેટલી ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા ફોર્મ યુક્ત પાણીનો મારો શરૂ કર્યો હતો. આજની એટલે કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં  આવ્યા છે. ડાઇંગ  પેઇન્ટિંગ વીડિયોની અંદર જે કેમિકલ અને યાનનો ઉપયોગ થાય છે તે પેટ્રોલીયમ પદાર્થોની તૈયાર થતો હોય છે અને તેના કારણે તે ખૂબ જવલનશીલ હોય છે. આ પદાર્થ ઉપર સાદા પાણીથી કંટ્રોલ કરવો ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે તેથી ફાયર વિભાગ દ્વારા નિયુક્ત પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો છે. 
 
 શહેરની વિવિધ પાર્ટીશનોની ગાડીઓ હાલ રવાના થઈ ગઈ છે. કંપનીમાં યાન અને અન્ય વસ્તુ અને ધીરે ધીરે બહાર કાઢવાનું પણ શરૂ કરી દેવાયું હતું. પાંડેસરા જીઆઇડીસી ની અંદર ભીષણ આગ લાગતા ની સાથે આસપાસના કારખાનામાં કામ કરતા કામદારોને ટોળા પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અત્યાર સુધી કોઇ જાનહાનીના સમાચાર નથી મળ્યા. આગ લાગવાનું કારણ પણ હજુ જાણવા મળ્યું નથી. ફાયર વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મ વાળી ગાડી નો ઉપયોગ કરીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સિંહોની પજવણી મુદ્દે ગુજરાત સરકારને ફટકાર. 7 જીપ્સી ભરીને પ્રવાસીઓએ ઘેરી લેતા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી