Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યમાં ચોમાસા જેવો માહોલ, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ

રાજ્યમાં ચોમાસા જેવો માહોલ, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ
, શુક્રવાર, 11 ડિસેમ્બર 2020 (08:30 IST)
ગુજરાતમાં રવિવાર સુધી એમ ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં આજે વરસાદ પડ્યો છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે અમદાવાદમાં મોડી રાત્રે તેમજ વહેલી સવારે ઝરમર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. માવઠાના કારણે રાજ્યના અનેક જિલ્લામાં ધરતીપુત્રોની  ચિંતા વધી ગઈ છે.
 
આજે વહેલી સવારે અમદાવાદના ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગુરુકૂળ, સેટેલાઈટ, એસજી હાઈવે, ગાંધીનગર, સરસપુર સહિતના અનેક વિસ્તારોમાં સવારે 4 વાગ્યાથી એકાએક વાતાવરણ પલટાયું હતું અને ત્યારબાદ ધીમેધારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ સિવાય વહેલી સવારે અમદાવાદના વેજલપુર, થલતેજ. એસ.જી. હાઇવે, સીટીએમ, જમાલપુર, કાંકરિયા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. બીજીબાજુ રાજ્યના જૂનાગઢ, ભાવનગર, સુરત, વડોદરા જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડે-નાઈટ ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાશે, જ્યારે ટીમ ઇન્ડિયાનો મુકાબલો બ્રિટિશરો સાથે થશે