Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારત, મોદી, RSS, કાશ્મીર.... UNGAમાં પાકિસ્તાની પીએમ ઈમરાન ખાને લગાવ્યા ખોટા આરોપ

ભારત, મોદી, RSS, કાશ્મીર.... UNGAમાં પાકિસ્તાની પીએમ ઈમરાન ખાને લગાવ્યા  ખોટા આરોપ
ઈસ્લામાબાદ. , શનિવાર, 26 સપ્ટેમ્બર 2020 (09:07 IST)
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની  75 મી વર્ષગાંઠ દરમિયાન પણ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પોતાના નાપાક ઇરાદાથી બાજ ન આવ્યા. કાશ્મીર મુદ્દે દર વખતે ઊંઘા મોઢે પડવા છતા પણ ઇમરાન ખાન સુધર્યો નથી. તેમણે યુનાઇટેડ નેશન્સ ફોરમનો કિંમતી સમય ભારતની નીંદા કરવામાં બરબાદ કર્યો. આ દરમિયાન તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતની સૈન્ય પર ઘણા ખોટા આક્ષેપો કર્યા. જોકે, ભારતે પણ વિરોધ કરવામાં મોડું ન કર્યું અને ઇમરાનના સંબોધનની વચ્ચે યુએનજીના કોન્ફરન્સ હોલમાં હાજર ભારતીય રાજનાયકે વૉકઆઉટ કર્યુ.  
 
આરએસએસ પર ખોટો આરોપ
પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધતા કહ્યું કે આરએસએસ ગાંધી અને નહેરુના બિનસાંપ્રદાયિક મૂલ્યોને પાછળ રાખી ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. 2002 ના ગુજરાત રમખાણોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે.
 
ઇમરાનનો  કાશ્મીર રાગ 
ઇમરાને પોતાના ભાષણ દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો  તેમણે કહ્યું કે ભારતે કાશ્મીર પર ગેરકાયદેસર કબજો કર્યો છે અને ત્યાંના લોકોના માનવાધિકારનું ઉલ્લંઘન કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રએ પોતાના રેજોલૂશન હેઠળ તેનો ઉકેલ લાવવો જોઈએ. તેમણે કલમ  37૦ નાબૂદનો ઉલ્લેખ કરતા  કહ્યું હતું કે આને કારણે  કાશ્મીરી લોકોના હક્કો નાબૂદ થયા છે. 
 
ઇમરાનનો  મુસ્લિમોનો મસિહા બનવાનો પ્રયાસ 
 
પોતાના ભાષણ દરમિયાન ઇમરાન ખાન મુસ્લિમોના મસિહા બનવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. તેમણે વિશ્વભરના મુસ્લિમો વિરુદ્ધ કથિત અત્યાચારનો વિરોધ કર્યો હતો. તેમણે ભારત પર રાજ્યના પ્રાયોજક ઇસ્લામોફોબીયા ફેલાવવાનો આરોપ લગાવ્યો. તેમણે ભારતમાં આરએસએસનું નામ લઈ મુસ્લિમો વિરુદ્ધ હિંસા ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે 1992 માં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી અને હવે મુસ્લિમો ઉપર જુલમ થઈ રહ્યો છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chennai vs Delhi Highlights: ન ચાલ્યો ધોનીનો જાદુ, દિલ્હી ચેન્નઈને 44 રનથી હરાવીને પોઈંટ ટેબલમાં ટોપ પર પહોચ્યુ