Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Inspirational Story - એક યોદ્ધા આવો પણ...આવશ્યક સેવાઓમાં રહેલા વાહનોમાં વિનામૂલ્યે બનાવી આપે છે પંચર

Inspirational Story  - એક યોદ્ધા આવો પણ...આવશ્યક સેવાઓમાં રહેલા વાહનોમાં વિનામૂલ્યે બનાવી આપે છે પંચર
, ગુરુવાર, 14 મે 2020 (13:18 IST)
ભગવાન શ્રીરામ જ્યારે લંકા પહોંચવા સેતુ બાંધી રહ્યા હતા ત્યારે નાનકડી ખિસકોલી પણ જરૂર પડી ત્યાં પોતાનો યથા યોગ્ય સહયોગ આપી સેતુ નિર્માણમાં મહત્વની ભૂમિકા અદા કરી રહી હતી. તેની એ ભૂમિકા આજે પણ જનમાનસમાં અંકીત છે. આજે કોરોના સામેની લડાઈમાં પણ સમગ્ર વિશ્વ જ્યારે આ મહામારીમાં સપડાયું છે; ત્યારે કોરોનાને પરાસ્ત કરવા અનેક કોરોના વોરિયર્સ યથાયોગ્ય યોગદાન આપી રહ્યા છે. આ તબક્કે રામસેતુની ખિસકોલી સમાન નાનો પણ ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે, ભાવનગરનો અલ્કેશ.
 
કોરોના સામે લડવા પોલીસ, મેડિકલ સ્ટાફ, મીડિયા વગેરે સેવાઓ રાત-દિવસ એક કરી પ્રચંડ લડત આપી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે આ તમામ આવશ્યક સેવાઓને ચલાવવા પોતાના વાહનોની જરૂર પડે અને આ વાહનોમાં પંચર પડે અથવા તો તેમાં હવાનું પ્રમાણ ઘટે ત્યારે ભાવનગરમાં રહેતો અલ્કેશ નામનો યુવાન આ તમામ આવશ્યક સેવાઓમાં વપરાતા વાહનોમાં હવા ભરી આપવાનું તેમજ પંચર બનાવી આપવાનું કામ વિનામૂલ્યે કરી પોતાની રાષ્ટ્ર ભાવના તેમજ સામાજિક ઋણ અદા કરી રહ્યો છે. 
 
જ્યારથી લોકડાઉન થયું છે ત્યારથી અલ્કેશ પોતાના ઘરની બહાર અવિરત એમ્બ્યુલન્સ, પોલીસ, ડોક્ટર, મીડિયા વગેરેના વાહનોમાં પંચર તેમજ હવા ભરવાની સેવા આપી રહ્યો છે. અલ્કેશની માફક દરેક વ્યક્તિ જો પોતાનાથી થતી શક્ય તે મદદ કરવા આગળ આવે તો કોરોના અંગેની લડાઈમાં વિજય મેળવવો ચોક્કસપણે આસાન થઈ જાય તેમ કહેવું લગીરે અનુચિત નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona Warriors Story - ગર્ભાવસ્થાના આઠમા મહિને પણ ફરજ બજાવી રહ્યાં છે અર્ચનાબેન, આ અમારી જોબ છે એટલે એ અમે કરીએ જ