કોરોના વાયરસની મહામારી વચ્ચે લૉકડાઉન 4 દરમિયાન ગુજરાતમાં વેપાર ધંધા શરુ થયાં છે. તેની સાથે બસ અને ટ્રેનની સગવડો પણ શરુ કરવામાં આવી છે. ગુજરાતને ફાળે હાલમાં 10 જેટલી ટ્રેનો આવી છે. ત્યારે હવે રાજ્યમાં હવાઈ સેવા પણ શરુ કરી દેવાઈ છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સિવિલ એવિએશન મિનિસ્ટ્રી દ્વારા 25મેથી દેશભરમાં તબક્કાવાર એરલાઈન્સ સર્વિસ શરૂ કરવામાં આવી રહી છે. દેશભરમાંથી અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું આવાગમન શરૂ 25 મેથી શરૂ થઇ જશે. જોકે ફ્લાઇટના અંતરના આધારે ફ્લાઇટ ભાડા માટે સેક્ટર ક્લાસ નક્કી કરવામાં આવ્યા છે. આ ક્લાસ Aથી G સુધીમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં A ક્લાસનું ભાડુ ઓછામાં ઓછું 2 હજાર અને વધુમાં વધુ 6 હજાર જ્યારે G ક્લાસનું ભાડું ઓછામાં ઓછું 6500થી વધુમાં વધુ 18600 સુધી નક્કી કરવામા આવ્યું છે.