દેશની આર્થિક રાજધાનીમાં, કોરોના વાયરસથી ચેપ વધુ વણસી રહ્યો છે. હવે આ શહેરની તુલના ચીનના વુહાન શહેર સાથે કરવામાં આવી રહી છે. ચીનનું વુહાન એ જ શહેર છે જ્યાંથી કોરોનાની ઉત્પત્તિ ની વાત કહેવામાં આવી રહી છે. . અત્યાર સુધીમાં, મુંબઈમાં કોરોના ચેપના આશરે 51000 કેસ નોંધાયા છે, જ્યારે અહીં 1700 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
આ દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસ 90 હજારને વટાવી ગયા છે. આ આંકડો સમગ્ર ચીનમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા કરતા પણ વધુ છે. ચીનમાં 84 હજાર લોકોને કોરોના સંક્રમણ થયુ હતુ.
અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં કુલ 90787 લોકો સંક્રમિત થયા છે અને જેમાંથી 42638 લોકો સાજા થયા છે. મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલા છેલ્લા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2259 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 9987 કેસ નોંધાયા છે. આ રીતે, સમગ્ર દેશની તુલનામાં રાજ્યમાં 25 ટકા કેસ પ્રાપ્ત થઈ રહ્યા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 120 લોકોનાં મોત નીપજ્યાં છે. આ રીતે, અત્યાર સુધીમાં કુલ 3289 લોકોનાં મોત નીપજ્યાં છે. માત્ર મુંબઈમાં જ 1760 લોકોનાં મોત થયાં છે.