Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં કોરોના વાયરસના 21,044 કેસ નોંધાયા, કુલ મૃત્યુઆંક 1313 થયો

ગુજરાતમાં કોરોના વાયરસના 21,044 કેસ નોંધાયા, કુલ મૃત્યુઆંક 1313 થયો
, બુધવાર, 10 જૂન 2020 (10:35 IST)
ગુજરાતમાં મંગળવાર સુધીમાં કોરોના વાયરસના કુલ 21,044 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1313 થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 14373 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.  રાજ્યમાં મંગળવારે નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 331, સુરતમાં 62, વડોદરામાં 32, ગાંધીનગરમાં 8, સાબરકાંઠામાં 5, આણંદમાં 4,  , ભાવનગર, પંચમહાલ, પાટણ, ખેડા અને અમરેલીમાં 3, રાજકોટ, ભરૂચ અને વલસાડમાં 2, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, કચ્છ, જૂનાગઢ, નવસારી અને અન્ય રાજ્યમાં 1-1 કેસ નોંધાયા છે. નવા 33 મોતમાં 27 અમદાવાદમાં, 2 સુરતમાં તથા મહેસાણા, અરવલ્લી, અમરેલી અને પંચમહાલમાં 1-1 મોત નોંધાયા છે.  રાજ્યના ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની વિગત જોઇએ તો અમદાવાદમાં 248, વડોદરામાં 64, સુરતમાં 48, છોટાઉદેપુરમાં 9, બનાસકાંઠામાં 6, મહેસાણા અને નવસારીમાં 5-5, ખેડા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 3-3, અમરેલી, અરવલ્લી, ભાવનગર, ગાંધીનગર અને પંચમહાલમાં 2-2, આણંદ, જૂનાગઢ, કચ્છ, પાટણ અને વલસાડમાં 1-1 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

31 જુલાઇ સુધીમાં દિલ્હીમાં સાડા પાંચ લાખ કોરોના કેસ હશે, 80 હજાર પલંગની જરૂર પડશે: મનીષ સિસોદિયા