Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં કોરોના પોઝીટીવ 10000 નજીક : મૃત્યુઆંક 600થી વધુ

ગુજરાતમાં કોરોના પોઝીટીવ 10000 નજીક : મૃત્યુઆંક 600થી વધુ
, શનિવાર, 16 મે 2020 (16:14 IST)
ગુજરાતમાં સરકાર દ્વારા હવે કોરાના કરતા કામકાજ પર લોકોને લઈ જવા કરેલી તૈયારી અને લોકડાઉન-3ના ગણાતા અંતિમ કલાકો વચ્ચે છેલ્લા 24 કલાકમાં સતત નવમા દિવસે રાજયમાં કોરોનાના 300થી વધુ 340 પોઝીટીવ કેસ નોંધાતા રાજય હવે 10000ના આંક નજીક પહોંચી રહ્યું છે. વધુ 20 મૃત્યુથી કુલ મૃત્યુઆંક પણ 606 થયો છે. રાજયમાં હવે કોરોનાના કુલ પોઝીટીવ કેસ 9932 નોંધાયા છે. જેની સામે ગઈકાલે વધુ 282 લોકોને સ્વસ્થ કરાયા બાદ ડીસ્ચાર્જ કરાતા રાજયમાં કોરોનાને મહાત આપનાર લોકોની સંખ્યા પણ વધીને 4035 થઈ છે.

રાજયના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ ગઈકાલે જાહેર કર્યુ કે રાજયનો ડિસ્ચાર્જ રેટ 40.6% છે જે અત્યાર સુધીમાં દેશમાં સૌથી વધુ છે તો અમદાવાદ શહેર અને જીલ્લામાં કોરોનામાં 7000ના આંક પાર કરીને કુલ 7171 કેસ નોંધાયા છે. સુરતમાં પણ 1000ના પાકને પાર કરીને 1015 કેસ નોંધાયા છે. આમ છેલ્લા એક અઠવાડીયામાં અમદાવાદમાં 4115 નવા કેસ નોંધાયા છે. જે 136% નો વધારો દર્શાવે છે. અમદાવાદમાં 330 મોત સાથે એક પખવાડીયામાં મૃત્યુદર 221% ઉચો ગયો છે. ગઈકાલે અમદાવાદમાં 261 નવા કેસ નોંધાયા છે. સુરતમાં 32, વડોદરામાં 15, રાજકોટના 12, ગાંધીનગરના 11 કેસ નોંધાઈ છે તો મૃત્યુમાં અમદાવાદમાં સૌથી વધુ 20 કેસ નોંધાયા છે. ટેસ્ટીંગ મુદે ટીકા થયા બાદ ગઈકાલે ટેસ્ટની સંખ્યા અગાઉના દિવસના 2412થી વધીને 3150 થઈ છે અને રાજયમાં 1.27 લાખ ટેસ્ટ થયા છે. ગુજરાતમાં તા.22 માર્ચના રોજ કોરોનાથી પ્રથમ મૃત્યુ થયા બાદ 55 દિવસમાં 606 મૃત્યુ થયા છે. અમદાવાદમાં સૌથી વધુ પ્રભાવિત છે અને એક પખવાડીયામાં 4145 તથા કેસ વધુ 330 મૃત્યુથી દર પાંચ મીનીટે આ મેગાસીટીમાં દર પાંચ મીનીટે 1 કોરોના પોઝીટીવ મળે છે. અમદાવાદમાં પ્રથમ 1000 કેસ થતા 29 દિવસ થયા હતા પછી વધુમાં વધુ 6 અને ઓછામાં ઓછા 3 દિવસે વધુ 1000 કેસ ઉમેરાતા જાય છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોલ સેન્ટરમાં પ્રત્યેક કર્મચારી દરરોજ એટેન્ડ કરે છે આટલા ફોન કોલ, સૌથી વધુ અમદાવાદથી આવે છે કોલ