કોરોના વાયરસના પગલે દેશમાં 30 જૂન સુધી લોકડાઉનને વધારવાની જાહેરાત કરી છે. તેને અનલોક -1 નું નામ આપવામાં આવ્યું છે. એટલે કે, આ વખતે ઘણી વસ્તુઓમાં છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે આ અંગે ગાઈડલાઈંસ રજુ કરી છે. તેમાં ધાર્મિક સંસ્થાઓ અને શોપિંગ મોલને શરૂ કરવાની જાહેરાત કરી છે.
શુ ખુલશે ?
- આઠ જૂનથી શોપિંગ મૉલ ખોલવાની મંજુરી મળશે
- 8 મી જૂનથી જે પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે તેમાં લોકો માટે ધાર્મિક સ્થળો, હોટલ, રેસ્ટોરં અને અન્ય હોટલ સેવાઓનો સમાવેશ કરવામાં આવશે.
- કન્ટેનમેન્ટ ઝોનની બહારની પ્રતિબંધિત ગતિવિધિઓને તબક્કાવાર ખોલવામાં આવશે.
- નાઇટ કર્ફ્યુ દેશભરમાં રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે.
- ફેઝ -3 ની પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ, મેટ્રો, સિનેમા, જીમ, સ્વિમિંગ પૂલ, બાર, એસેમ્બલી હોલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.
- જુલાઈમાં ફેઝ-2 માં શાળા-કોલેજ ખોલવાનો નિર્ણય લેવામાં આવશે.
- આંતર-રાજ્ય પરિવહન પર પ્રતિબંધ મૂકવામાં આવશે નહીં, જોકે રાજ્ય ઇચ્છે તો આ પરિવહનને નિયંત્રિત કરી શકે છે, પરંતુ આ માટે લોકોને અગાઉથી બતાવવુ પડશે.
- સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, મેટ્રો ટ્રેન, સિનેમા હોલ, જિમ, રાજનીતિક સભાઓ અંગે નિર્ણય લેવામાં આવશે.
- જાહેર સ્થળોએ થૂંકવા પર પ્રતિબંધ ચાલુ રહેશે.
- જાહેર સ્થળોએ પાન, ગુટખા અને દારૂના સેવન પર પ્રતિબંધ ચાલુ રહેશે.
- માર્ગદર્શિકા કહે છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઘરેથી જ કામ કરો, વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહિત કરવાનુ કહેવામાં આવ્યુ છે.
- કાર્યસ્થળો પર સ્ક્રીનીંગ અને સફાઇની સંપૂર્ણ વ્યવસ્થા કરવા અને સેનિટાઈઝેશન કરવા માટેના નિર્દેશો આપવામાં આવ્યા છે.
- કન્ટેન્ટ ઝોનની બહારનો બફર ઝોન, જ્યાં ચેપના કેસોની સંભાવના વધારે છે, તેની ઓળખ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ કરશે
- બફર ઝોનમાં જરૂરીયાતના આધારે જિલ્લા વહીવટી રોક લગાવી શકે છે.
- પરિસ્થિતિઓના અનુરૂપ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રતિબંધિત વિસ્તારોની બહારની કેટલીક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવી શકે છે અથવા પ્રતિબંધો લાગુ કરી શકે છે.