જ્યારે લાગ્યું કે પત્નીની બચવાની તમામ આશાઓ પુરી થઇ ગઇ છે ત્યારે પતિએ હિંમત બતાવી અને 2,740 કિલોમીટર સુધી ગાડી ચલાવીને ઉદાહરણ પુરૂ પાડ્યું છે. પોતાની પત્નીનો જીવ બચાવવા માટે એક વ્યક્તિએ 2,740 કિલોમીટર સુધી ગાડી ચલાવી. પતિનો પ્રેમ જોઇને પત્નીએ પણ હાર ન માની અને આજે તે સંપૂર્ણ રીત સાજી થઇને ડિસ્ચાર્જ થઇ ગઇ છે.
અમદાવાદની મિસ્બાહ 23 વર્ષની છે, તેને કોરોના થયો હતો. તેને બે મહિના સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો તે દરમિયાન તેની સર્જરી પણ કરવામાં આવી હતી. આ મહિલાનો કેસ દુર્ભલ છે. મિસ્બાહના પતિ ફૈજલએ 1370 કિમી દૂર કર્ણાટકમાં ગ્રાફ્ટ પ્રોસીઝર માટે સ્કિન બેંક જવાનું હતું.
જોકે ગુજરાતમાં કોઇ સ્કીન બેંક નથી એવામાં ફૈજલ કોઇ રિસ્ક લેવા માંગતો નથી. ડોક્ટર પણ ટેંશનમાં હતા કારણ કે કોરોના અને 71 ટકા સુધી દાઝેલી હોવાથી મિસ્બાહની બચવાની આશા ઓછી લાગી રહી હતી. 9 મેના રોજ રમઝાન દરમિયાન મિસ્બાહ રસોડામાં જમવાનું બનાવતે હતી ત્યારે દાઝી ગઇ હતી.
મિસ્બાહ ગંભીર રીતે દાઝેલી હોવાથી રાતે જ હોસ્પિટલમાં ફોન કર્યો પરંતુ ભરતી કરવાની ના પાડી દીધી. મિસ્બાહ અને ફૈજલનું ઘર જમાલપુરમાં હતું. જોકે કંટેનમેન્ટ જોન હતો. આખરે એલજી હોસ્પિટલમાં મિસ્બાહ માટે બેડની વ્યવસ્થા કરવામાં આવી. બે દિવસ બાદ મિસ્બાહનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો ત્યારબાદ તેમને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
મિસ્બાહએ એસવીપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતી વખતે જણાવ્યું હતું કે ''હું જમાલપુરમાં રહું છું એટલા માટે કોઇપણ હોસ્પિટલ ભરતી કરાવવા માટે તૈયાર ન હતી. આખરે અમને ઇમરાન ખેડાવાલાએ એલજી હોસ્પિટલમાં મને બેડ અપાવ્યો.
ડોક્ટરનું કહેવું છે કે જો મિસ્બાહ કોરોનાથી સાજી થતી નથી તો તેમના ઘામાં ઝેર ફેલાઇ જશે. પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડો. વિજય ભાટીયા અને હેડ ઓફ મેડિસિન ડો અમી પારીખે મિસ્બાહની સર્જરી કરી હતી. 14મે ના રોજ મિસ્બાહ કોરોનાથી મુક્ત થઇ ગઇ. ત્યારબાદ ડોક્ટરોએ ગ્રાફ્ટ પ્રોસીજરની તૈયારી કરી.
ડો, ભાટીયાએ જણાવ્યું કે સામાન્ય રીતે અમે કોલ્ડ ચેન પ્રક્રિયા દ્વારા મુંબઇથી સ્ક્રીન મંગાવીએ છીએ પરંતુ સ્કીન બેંક અમારી મદદ કરી શકી નહી. તેમણે જણાવ્યું કે તમામ આશાઓ ખતમ થતી જોવા મળી હતે. પરંતુ તેમછતાં નેશનલ બર્ન સેંટરના ડો. સુનીલ કેસરવાનીએ અમને જણાવ્યું કે બેલગામના ડોક્ટર પાસે સ્કીન ઉપલબધ છે.
ડો. ભાટીયાએ આગળ જણાવ્યું કે અમારી સમક્ષ પડકાર હતો કે સ્કિનને કેવી રીતે લાવવામાં આવે કારણ કે કોલ્ડ ચેન કુરિયર લોકડાઉનના કારણે બંધ હતું. 15 જૂનના રોજ ફૈજલ અને તેમના મિત્રોએ નોનસ્ટોપ ગાડી ચલાવીને બેલગામ સુધી રાઉન્ડ ટ્રિપનું આયોજન બનાવ્યું. 17 જૂનના રોજ એસવીપી પરત આવ્યા. તેમણે પોલીસને ફૈજલને ગ્રીન પેસેજ આપવાની અનુમતિ આપવા માટે ભલામણ કરી.
17 જૂનના રોજ સવારે સાત વાગે સ્કીન અમદાવાદ પહોંચી અને એક કલાક બાદ મિસ્બાહની ઓટોગ્રાફ્ટ અને હોમોગ્રાફ્ટ કંબાઇડ એપ્લિકેશ દ્વારા સર્જરી કરી. હોસ્પિટલે દાવો કર્યો કે આ દુનિયામાં પ્રથમ કેસ એવો છે જેમાં મહિલા ગંભીર રીતે દાઝી હોવા અને કોરોના સંક્રમણથી સાજી થઇ ગઇ. આ બંને સ્થિતિઓ ખતરનાક હતી. તેમની બે વખત સર્જરી કરવામાં આવી અને 14 વખત લોહી ચઢાવવામાં આવ્યું.