Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચાણક્ય નીતિ - ઔષધિયોમા ગિલોય છે સર્વશ્રેષ્ઠ, આરોગ્યપ્રદ રહેવા માટે જાણી લો આચાર્ય ચાણક્યની આ વાતો

ચાણક્ય નીતિ - ઔષધિયોમા ગિલોય છે સર્વશ્રેષ્ઠ, આરોગ્યપ્રદ રહેવા માટે જાણી લો આચાર્ય ચાણક્યની આ વાતો
, બુધવાર, 5 મે 2021 (11:09 IST)
જાન હૈ તો જહાન હૈ.. આ કહેવત તમે સૌએ અનેકવાર સાંભળી હશે. તેનો અર્થ છે કે આપણુ શરીર રોગમુક્ત છે તો દુનિયાના બધા સુખ તમારી પાસે છે. શરીર અસ્વસ્થ થતા આપણે કોઈપણ કામ કરી શકતા નથી. લક્ષ્યને મેળવવા માટે આપણે આપણા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવાની જરૂર છે. ચાણક્ય કહે છે કે દરેક કોઈને પોતાના આરોગ્યના પ્રત્યે સતર્ક અને જાગૃત રહેવુ જોઈએ. આચાર્ય ચાણક્યના નીતિ શાસ્ત્રમાં આહાર સાથે જોડાયેલ કેટલાક નિયમોનો ઉલ્લેખ કર્યો છે. જેનુ પાલન કરવાથી બીમારીથી તમારો બચાવ કરી શકાય છે. 
 
अजीर्णे भेषजं वारि जीर्णे वारि बलप्रदम्
भोजने चामृतं वारि भोजनान्ते विषप्रदम्।
 
આચાર્ય ચાણક્ય કહે છે કે ભોજન ગ્રહણ કરવાના અડધા કલાક પછી પીવામાં આવેલુ પાણી શરીરને મજબૂતી પ્રદાન કરે છે. ભોજન વચ્ચે થોડુ થોડુ પાણી પીવુ અમૃત સમાન હોય છે. પણ ભોજન કર્યા પછી તરત જ પાણી પીવુ ઝેર સમાન છે. તેથી આવુ કરવાથી બચવુ જોઈએ. 
 
राग बढत है शाकते, पय से बढत शरीर
घृत खाये बीरज बढे, मांस मांस गम्भीर।
 
આ લાઈનમાં આચાર્ય કહે છે કે શાક ખાવાથી રોગ વધે છે. દૂધ પીવાને શરીર બળવાન થાય છે. ઘી ખાવાથી વીર્ય વધે છે અને માંસ ખાવાથી શરીરમાં માંસ વધી જાય છે. તેથી આહારના નિયમોનુ ધ્યાન રાખવુ જોઈએ. 
 
गुरच औषधि सुखन में भोजन कहो प्रमान
चक्षु इंद्रिय सब अंश में, शिर प्रधान भी जान।
 
ચાણક્યે નીતિ શાસ્ત્રમાં ઔષધિઓમાં ગુરચ એટલે કે ગિલોયને સર્વશ્રેષ્ઠ બતાવી છે. બધા સુખોમાં ભોજન પરમ સુખ હોય છે. ચાણક્ય કહે છે કે શરીરમાં આંખો પ્રધાન છે અને બધા અંગોમાં મસ્તિષ્કનુ પણ વિશેષ મહત્વ છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

1 દિવસમાં Glowing Skin આ 3 સરળ રીત