Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવરાત્રી / દુશ્મનો પર જીત અને શક્તિ મેળવવા માટે છઠ્ઠા દિવસે થાય છે દેવી કાત્યાયનીની પૂજા

નવરાત્રી / દુશ્મનો પર જીત અને શક્તિ મેળવવા માટે છઠ્ઠા દિવસે થાય છે દેવી કાત્યાયનીની પૂજા
, ગુરુવાર, 22 ઑક્ટોબર 2020 (08:13 IST)
આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે અને આ દિવસે દેવતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયની એ દેવી દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ છે. સ્કંદ પુરાણમાં જણાવાયું છે કે દેવીના કાત્યાયની સ્વરૂપ ભગવાનના પ્રાકૃતિક ક્રોધથી ઉદ્ભવ્યુ હતુ અને દેવી પાર્વતીએ આપેલા સિંહ પર બેસીને મહિષાસૂરનો વધ કર્યો હતો. 
 
માર્કંડેય પુરાણમાં દેવી  કાત્યાયનીનુ સ્વરૂપ અને પ્રાગટ્ય કથાનું વર્ણન છે. 
 
પૂજાને લગતી જરૂરી વાતો અને મહત્વ
 
- દેવી કાત્યાયનીની ઉપાસનાથી શક્તિ મળે છે અને તેમની કૃપાથી શત્રુઓ ઉપર પણ વિજય મેળવી શકાય છે.
- મા કાત્યાયનીની ઉપાસનામાં મધનો ઉપયોગ થવો જોઈએ કારણ કે માતાને મધ ખૂબ પસંદ છે.
- મધમાંથી બનાવેલ પાન પણ માતાને પ્રિય છે, તેથી પૂજામાં પણ તે અર્પણ કરી શકાય છે.
- દેવીને મધનો ભોગ લગાવવાથી આકર્ષણ શક્તિ અને પ્રસિદ્ધિ વધે છે.
- દેવી કાત્યાયનીની પૂજા કરવાથી ચહેરાની ચમક વધે છે.
- તેમની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ પણ વધે છે.
- કાત્યાયની દેવીની ઉપાસનાથી અવિવાહિત લોકોના લગ્નના યોગ જલ્દી વધે છે અને છોકરીઓને યોગ્ય વર મળે છે.
 
પૂજા વિધિ 
 
-વહેલી સવારે ઉઠીને સ્નાન કરો અને લાલ વસ્ત્ર પહેરો.
- પૂજા સ્થળ પર દેવી કાત્યાયનીની તસવીર સ્થાપિત કરો અને તેમનો સંપૂર્ણ શ્રૃંગાર કરો.
- દેવીને લાલ રંગ પસંદ છે, તેથી તેમને લાલ રંગની સામગ્રીથી શણગારવા જોઈએ.
- આ પછી, ઘીનો દીવો પ્રગટાવો, ધૂપ કરો અને તમામ પ્રકારના ફળો અને ડ્રાયફ્રૂટનો અર્પણ કરો.
- તમારા હાથમાં ફૂલોની માળા લો અને કાત્યાયની માતાનું ધ્યાન કરો.
 
દેવી કાત્યાયનીની પૂજા કરવાનો મંત્ર
 
या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता। 
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:॥
 
અર્થ - હે માતા!  જે સર્વત્ર વિરાજમાન અને શક્તિરૂપિણી મા અંબે હુ તમને વારંવાર પ્રણામ કરું છું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પુષ્ય નક્ષત્રના શુભ અવસર પર ભૂલીને પણ ન કરવું આ 3 કામ, થઈ જશે ધનહાનિ