Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારત સીટીબીટી પર હસ્તાક્ષર કરો - જર્મની

જો ભારત ના પાડશે તો અમેરિકા નારાજ

ભારત સીટીબીટી પર હસ્તાક્ષર કરો - જર્મની

ભાષા

નવી દિલ્હી , સોમવાર, 29 ઑક્ટોબર 2007 (11:05 IST)
નવી દિલ્હી (ભાષા) પરમાણુ આપૂર્તિકર્તા જુથના પ્રમુખ દેશ જર્મનીએ ભારતને સીટીબીટી અને ફિસાઇલ મટેરિયલ કટ ઓફ ટ્રીટી (એફએમસીટી) પર સહી કરવાનું કહયું છે. જર્મનીએ એ પણ કહયું કે ભારત-અમેરિકા અસેનિક પરમાણુ કરારના થોડાક મુદાઓ ચિંતાજનક છે. જો હાલના તબક્કે અમેરિકા-ભારત પરમાણું સંધીને પડતી મુકવામાં આવશે તો અમેરિકા નવી દિલ્હીથી નારાજ થશે. એટલું જ નહીં સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદમાં ભારતે સ્થાન મેળવવું પણ મુશ્કેલ થઈ જશે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ દેશના વિશેષ એમ્બેસેડર શ્યામ સરનની તાજેતરની જર્મન યાત્રા દરમિયાન તેઓને જર્મનીની ઇચ્છા થી માહિતગાર કરાયા હતા. તેઓને કહેવામાં આવ્યું હતુ કે ભારત વૈશ્વિકસ્તર પર પરમાણુ સંધી તંત્રને મજબૂત કરવામાં ઠોસ પગલાં ભરે.

પરમાણું સંધીને ભારત-અમેરિકા એમ બંન્ને દેશોના સંબંઘોમાં સિમાચિન્હરૂપ સફળતા ગણાવતાં અમેરિકાના વિદેશ મંત્રાલયના ભુતપૂર્વ સેક્રેટરી હેન્રી કિસીંન્ગરે જણાવ્યું હતું કે 30 વર્ષ સુધી જુદા-જુદા રહ્યાં બાદ ભારતનું મહત્વ વધશે અને એટલું જ નહીં પણ અન્ય દેશો પણ તેને સહકાર આપશે. જો કે તેમણે સ્પષ્ટ કર્યુ હતું કે હું અહીં કરારના પ્રચાર માટે આવ્યો નથી. આ મહત્વપૂર્ણ કરાર છે અને ભારતે તેના પર મંજુરીની મહોર મારવી જોઈએ તેમ મારું માનવું છે. આ પહેલાં અમેરિકાએ ભારત પર પરમાણું પરીક્ષણ બદલ પ્રતિબંધો લાદયા હતાં અને હાલમાં અમેરિકા જ ભારત સાથે પરમાણું કરાર કરવા માટે આતુર છે.

કિસીન્ગરે જણાવ્યું હતું કે બે પ્રતિક્રિયા જોવા મળી છે. પહેલાં તો ભારત અમેરિકા સાથે સારા સંબંધો જાળવવા માટે પ્રયાસો કરી રહ્યું છે પરંતુ તેના માટે કંઈ નક્કર પગલાં લેવા જરુરી છે. ચોક્કસપણે જો પરમાણું સંધીનો અમલ નહીં થાય તો અમેરિકા નારાજ થશે.

જ્યારે જર્મનીના ચાંસલર એંજેલા મર્કલ આજે સોમવારે ભારત યાત્રા પર આવી ગયા છે. પ્રધાન મંત્રી મનમોહનસિંહની સાથે વાતચીત દરમિયાન ભારત-અમેરિકા પરમાણુ કરાર પર ચર્ચા થવાની સંભાવના છે.

Share this Story:

Follow Webdunia gujarati