Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

What is Cancer - શુ હોય છે બોન કેન્સર ? જાણો તેનુ કારણ !

What is Cancer -  શુ હોય છે બોન કેન્સર ? જાણો તેનુ કારણ !
, મંગળવાર, 29 જાન્યુઆરી 2019 (16:23 IST)
કેન્સર એક એવી બીમારી છે જેનુ નામ સાંભળતા જ લોકો ગભરાય જાય છે. કેંસરના દર્દીઓની ગણતરી દિવસો દિવસ વધતી જઈ રહી છે. કેંસરનો યોગ્ય સમય પર સારવાર કરવામાં આવે તો કેંસરના દર્દીઓને બચાવી શકાય છે. કેંસર અનેક પ્રકારનુ હોય છે. જેવુ કે સ્તન કેંસર, લંગ કેંસર, મુખ કેંસર, બોન કેંસર વગેરે. ઉલ્લેખનીય છે કે શરીરમાં રોજ નવા સેલ્સ બને છે અને જૂના સેલ્સ તૂટે છે. જેનાથી અસામાન્ય નિર્માણના કારણે કેંસર થવાની શક્યતા વધી જાય છે. અનેકવાર હાંડકામાં કોશિકાઓના અસામાન્ય જમાવને કારણે શિથિલતા આવવા માંડે છે. જેનાથી વ્યક્તિને બોન કેસર થઈ જાય છે. 
 
બોન કેંસરના લક્ષણ 
 
- શરીરમાં અનેક સ્થાન પર ગાંઠ થવી  
- વજન ઓછુ થવુ 
- સાંધાની સમસ્યા 
- હાડકાંમા દુ:ખાવો 
- હાડકામાં સૃજન 
- હાંડકામાં દુ:ખાવો  
 
બોન કેંસરના કારણ 
 
બોન કેંસરના અનેક કારણો હોઈ શકે છે. જેવા કે આનુવંશિક રૂપથી ગડબડી હોવી. પેટ રોગની અસર હાડકાં પર પડે છે. જેના કારણે બોન કેંસર થય છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ રેડિએશનના પ્રભાવમાં છે તો ત્યારે પણ બોન કેંસર થવાના ચાંસ હોય છે. 
 
બોન કેંસર મોટાભાગે શરીરના એક ભાગથી શરૂ થયા પછી ધીરે ધીરે અન્ય ભાગમાં ફેલાય છે. બોન કેંસરની સારવાર સર્જરી અને રેડિએશન થેરેપી દ્વારા કરવામાં આવે છે. જે દરમિયાન હાડકાં ખૂબ પ્રભાવિત થાય છે. જો શરૂઆતના સ્ટેજ પર બોન કેંસરની જાણ થઈ જાય તો તેની સહેલાઈથી સારવાર કરાવી શકાય છે અને તેનાથી છુટકારો મેળવી શકાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Valentine 2019 - વેલેંટાઈન પર લવરને Love Message મોકલી Wish કરો