Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોફી અને ચા દિલની બીમારી તેમજ કેન્સરથી બચાવે છે !!

કોફી અને ચા દિલની બીમારી તેમજ કેન્સરથી બચાવે છે !!
, સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (02:06 IST)
જો તમે મહિલા છો અને તમને ડાયાબિટીસ છે તો રોજ ચા અને કોફીનુ સેવન તમને કેંસર અને દિલની બીમારીઓથી દૂર રાખી શકે છે. એક સ્ટડીમાં તેનો ખુલાસો થયો છે.  સ્ટડીમાં બતાવ્યુ છે કે મહિલાઓ જે કૈફિન લે છે તેમને જે મહિલાઓ કૈફિન નથી લેતી તેમના કરતા મોતનો ખતરો ઓછો હોય છે. 
 
આ પહેલા પણ કરવામાં આવેલ રિસર્ચમાં બતાવ્ય હતુ કે કોફી ટાઈપ ટૂ ડાયાબિટીસથી બચાવ કરી શકે છે. સરેરાશ રોજ કૉફીનો ઉપયોગ 100 મિલિગ્રામ 300 મિલીગ્રામ પ્રતિ દિવસ થવો જોઈએ અને આ તમારા દેશ, વય પર નિર્ભર કરે છે. 
 
કૈફિનનુ વધુ માત્રામાં સેવન દિલની બીમારીઓ સામે બચાવ કરે છે તો બીજી બાજુ મહિલાઓ જે ચા ને બદલે કૈફિન લે છે તેમને કેંસરનો ખતરો ઓછો થાય છે. યૂનિવર્સિટી ઓફો પોર્ટેઓના ડોક્ટર સર્જિયો નેવ્સ અને પ્રોફેસર ડેવિડે 1999થી 2010 સુધી 3000 મહિલાઓ અને પુરૂષોમાં કૈફિન લેનારા અને મૃત્યુદરનો અભ્યાસ કર્યો. 
 
11 વર્ષની આ શોધ દરમિયાન અત્યાર સુધી 618  લોકો મરી ચુક્યા છે. શોધમાં વૈજ્ઞાનિકોએ માન્યુ કે જે મહિલાઓને ડાયાબિટીસ હતો અને જે 100 મિલીગ્રામ કૉફી લેતી હતી તેમને 51 ટકા મોતનો ખતરો ઓછો હતો. બીજી બાજુ ડાયાબીટિસથી પીડિત 100-200 મિલીગ્રામ કોફી લેનારી મહિલાઓમાં 57 ટકા મોતનો ખતરો ઓછો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે World Cancer Day - ગુજરાતમાં દર મહિને કેન્સરના સરેરાશ ૪૬૦ દર્દી ઉમેરાય છે