Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

50 હજાર રૂપિયાથી વધુની લેવડ-દેવડ પર લાગી શકે છે ટેક્સ

50 હજાર રૂપિયાથી વધુની લેવડ-દેવડ પર લાગી શકે છે ટેક્સ
નવી દિલ્હી. , બુધવાર, 25 જાન્યુઆરી 2017 (12:02 IST)
સરકારને જો મુખ્યમંત્રીઓની સમિતિની ભલામણ ગમી જાય છે તો 50 હજારથી વધુની લેવડદેવડ પર ટેક્સ લાગી શકે છે.  આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબૂ નાયડૂની અધ્યક્ષતાવાળી સમિતિએ મંગળવારે કેન્દ્ર સરકારને પોતાની રિપોર્ટ સોંપી. એટલુ જ નહી સમિતિએ ઓનલાઈન ટ્રાંજેક્શનને પ્રોત્સાહન આપવાના હેતુથી ઈનકમ ટેક્સના હદથી બહારના લોકોને સ્માર્ટફોનની ડિઝિટલ પેમેંટ પર 1000 રૂપ્યાની સબસીડીની પણ ભલામણ કરી છે. 
 
1 ફેબ્રુઆરીથી રજુ થશે બજેટ 
 
આ ઉપરાંત કમિટીએ ડિઝિટલ પેમેંટ્સને વધારવા માટે બસો અને મેટ્રો સીટિઝની ઉપનગરીય ટ્રેનોમાં પણ કેશલેશ ટ્રાંજેક્શનને પ્રમોટ કરવાની ભલામણ કરી છે. એવુ કહેવાય રહ્યુ છે કે 1 ફેબ્રુઆરીના રોજ રજુ થનારા બજેટમાં પણ કેન્દ્ર સરકાર તરફથી ડિઝિટલ પેમેંટ્સ પર તમામ પ્રકારની છૂટનુ એલાન કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે આ વખતે કેન્દ્ર સરકાર એક મહિના પહેલા બજેટ રજુ કરવાની તૈયારીમાં છે.  સરકારનુ તર્ક છે કે એંડવાંસ બજેટ રજુ કરવાથી નાણાકીય વર્ષની શરૂઆતની સાથે જ તમામ યોજનાઓ પર કામ શરૂ કરી શકાશે. 
 
બજેટમાં સલાહનો સમાવેશ થઈ શકે છે 
 
રિપોર્ટ સોંપ્યા પછી નાયડૂએ આશા બતાવી કે સરકાર આગામી અંદાજપત્રમાં સમિતિની ભલામણોને સ્થાન આપશે. તેમણે કહ્યુ કે સરકાર માઈક્રો એટીએમ અને બાયોમીટ્રિક સેંસર્સને કર પ્રોત્સાહન આપીને ઘરેલુ ઉત્પાદન વધારવાના ઉપાય કરે. એટલુ જ નહી ડિઝિટલ પેમેંટ કરી રહેલ ચોક્કસ વાર્ષિક આવકવાળા ગ્રાહકોને ટેક્સ રિફંડની સુવિદ્યા આપવામાં આવે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખુશ ખબર... હવે પોસ્ટઓફિસમાં જ બનશે પાસપોર્ટ