Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બજેટ-08ના મુખ્ય અંશો આ મુજબ...

ઉંમર લાયક લોકોની બે લાખની આવક સુધી કોઇ ટેક્સ નહીં

બજેટ-08ના મુખ્ય અંશો આ મુજબ...
, શુક્રવાર, 29 ફેબ્રુઆરી 2008 (13:19 IST)
W.DW.D

નાણા મંત્રી પી ચીદમ્બરમ આજે પોતાનું સાતમું બજેટ રજૂ કરે તે પહેલાં જ સંસદના નીચલા ગૃહમાં વિપક્ષી સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. લોકસભાના સ્પીકર સોમનાથ ચેટરજીએ ઉશ્કેરાયેલા સભ્યોને શાંત રહેવાની વિનંતી કરી હતી. થોડા સમય બાદ નાણા મંત્રી પી ચીદમ્બરમે પોતાનું બજેટ ભાષણ રજૂ કરતાં જણાવ્યું હતું કે હું તમામ સભ્યોનો આભાર માનું છું. 2007-08માં 8.7 ટકાનો વિકાસ દર રહેવાની શક્યતા છે.

બજેટના ભાષણના મુખ્ય અંશો આ મુજબ છે...
- મહિલાઓ માટે 1.80 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં
- ઉંમર લાયક લોકોની બે લાખની આવક સુધી ટેક્સ નહીં
- માતા-પિતાનો 15000 સુધીનો મેડિકલ વીમો ઉતારવા પર રાહત મળશે..
- બેંકિંગ ટ્રાન્સેક્શન ટેક્સ ખતમ
- એસટીસી ટેક્સ 15 ટકા થયો
- 6000 કરોડના ખર્ચે મોર્ડન સ્કુલ શરૂ કરાશે
- 80 કરોડની ફાળવણી પછાત વિસ્તારોમાં શાળાઓ ખોલવામાં માટે કરાઈ
- દેશના 123 જિલ્લામાં નહેરુ યુવા કેન્દ્રો ખોલવા માટે લીલી ઝંડી..
- સર્વશિક્ષા અભિયાન માટે 13,100 કરોડ રૂપિયાની જોગવાઇ..
- મિડ ડે મિલ(મધ્યાહન ભોજન) માટે 8000 કરોડ રૂપિયાની ફાળવણી
- પ્રાથમિક શિક્ષા અભિયાન માટે 4554 કરોડ રૂપિયા
- દેશના વિવિધ વિસ્તારોમાં 16 કેન્દ્રીય વિધાલયો ખોલવા માટે આર્થીક મદદ
- આંધ્ર, બિહાર, રાજસ્થાનમાં ત્રણ નવી આઈઆઈટી કોલેજો ખોલાશે
- દેશમાં 16 કેન્દ્રીય યુનિવર્સિટી ખોલાશે
- 100 કરોડ રૂપિયા ઈન્ફરમેશન ટેક્નોલોજી આપવામાં આવશે
- પોલીયોને દુર કરવાનો પ્રયાસમાં બિહાર તથા ઉત્તર પ્રદેશમાં 192 કરોડ રૂપિયાની ફાળવણી
- એઈડ્સ કંટ્રોલ માટે 993 કરોડ રૂપિયા
- કેન્દ્રીય રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 16534 કરોડની ફાળવણી
- આંગણવાડી વર્કસનુ વેતન 1000થી વધારીને 1500 કરાશે
- 18 લાખ આંગણવાડી કર્મચારીઓને તેનો ફાયદો થશે
- સ્વાસ્થય બજેટમાં 20 ટકાનો વધારો
- રાજીવ ગાંધી ડ્રિન્કીંગ વોટર મિશન અંર્તગત ગામડાંમાં પાણી પહોંચાડવામાં 7300 કરોડ કરાયુ
- શાળાના બાળકો માટે ચોખ્ખુ પાણી પહોંચાડવા માટે 15000થી 20000 રૂપિયા ખર્ચ થશે જે માટે 200 કરોડ પુરા પાડવામાં આવશે
- જવાહર લાલ નહેરુ શહેરી મિશનનને
- મજુર-કામદારો માટે 30 હજારનો વીમો
- અસંગઠિત ક્ષેત્ર માટે 30 હજારનો વીમો
- બજેટમાં એસસી-એસટી તરફ વિશેષ ધ્યાન અપાયુ
- મલ્ટી સેક્ટરલ ડેવલોપમેન્ટ પ્લાનમાં 3750 કરોડ
- માઈનોરીટી માટે બજેટ બેગણુઃ 500 કરોડથી વધારીને 1002 કરોડ કરવામાં આવ્યુ
- મદરેસાના વિકાસ માટે 45 કરોડ રૂપિયા
- બાળકોથી જોડાયેલી યોજનાઓ માટે 35,454 કરોડ રૂપિયા
- મહિલા કેન્દ્રીત યોજના માટે 11000 કરોડ રૂપિયા
- માઈનોરિટી ક્ષેત્રોમાં બેંકોની 288 શાખાઓ નવી ખોલાશે
- આર્થીક વિકાસ દર 8.7થી 8.8 રહેશે
- મહિલા-બાળકો વિકાસ બજેટમાં 24 ટકાનો વધારો
- કૃષિ ક્રેડિટની વ્યવસ્થા સારી રહી છે જેને લીધે રૂરલ બેંકોનો આભાર માન્યો, યોજના માટે બજેટમાં વધારો
- જે રાજ્ય સારી રીતે યોજના લાગુ કરશે તેને વધારે બજેટ ફાળવવામાં આવશે
- દરેક શિક્ષણ સંસ્થાઓને ડિજીટલી જોડવામાં આવશે
- સિંચાઈ યોજનાનો વિસ્તારઃ સિંચાઈ યોજના માટે 20 હજાર કરોડ રૂપિયા
- કૃષી ઉત્પાદન વધારવા માટે તથા અનાજની કમી દુર કરવા માટે 11મી પંચવર્ષીય યોજના માટે 7000 કરોડ રૂપિયા
- અરૂણાચલ પ્રદેશના વિકાસ માટે 500 રૂપિયાનુ ફંડ અપાશ
- રાષ્ટ્રીય બાગબાની મિશન 18 રાજ્યમાં કાર્યરત છે અને બે લાખથી વધારે હેક્ટર જમીન તેના અંર્તગત સમાવવામાં આવે છે, કાજુ, તમાકુનુ ઉત્પાદન વધારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે.
- બાગ-બગીચાના રિસર્ચ યુનિટો માટે 30 કરોડ રૂપિયા
- વણકરોના સ્વાસ્થ્ય વિમા માટે 340 કરોડની ફાળવણી
- 2008ના બજેટ અનુસુચિત જાતિ, જનજાતિ તથા માઈનોરિટી વર્ગ માટે ખાસ યોજના
- માઈનોરિટી મંત્રાલય માટે 1000 કરોડ રૂપિયાની ફાળવણી
- વિજળીનુ ઉત્પાદન વધારવા માટે 28000 કરોડનુ ફંડ
- સ્ટોક એક્સચેન્જમાં વધુમાં વધુ રોકાણ થાય તે માટેની ખાસ યોજના
- વિત્તિય બજારમાં થતાં તમામ વ્યવહારો પરમેનેન્ટ એકાઉન્ટ નંબરનો ઉપયોગ થવો જરૂરી
- જીવન રક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી અડધી કરાઈ
- દુધ અને ડેરી પ્રોડક્ટસ સસ્તા થશે
- રમતના સાધનો સસ્તા થશે
- ઉત્પાદન ક્ષેત્રમાં સેન્ટ્રલ વેટને 16 ટકાથી ઘટાડીને 14 ટકા કરાયો
- રાઈટીંગ, પ્રિન્ટીંગ પેપરમાં એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો
- ઝવેરાત સસ્તા થશે
- વિદેશી બસો સસ્તી થશે
- એઈડ્સની દવાઓ પર ડ્યુટી નાબુદ
- ચા, કોફી, મિક્સચર, નારિયેળ અને પાણી સસ્તુ થશે..
- ટુ-વ્હીલર અને થ્રિ વ્હીલરના ભાવમાં ઘટાડો
- ફિલ્ટર વિનાની સિગરેટના ભાવમાં વધારો..
- ટુર ઓપરેટરો સર્વિસ ટેક્સના દાયરામાં આવી જશે
- પેટ્રોલ, ડિઝલ સસ્તુ નહીં..
- 1.50 લાખ સુધીની ઇંકમ પર કોઈ ટેક્સ નહીં, દરેક કરદાતાને 4000નો ફાયદો. થશે..

Share this Story:

Follow Webdunia gujarati