Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાપડ ઉદ્યોગને ઊભો કરવાનો પ્રયાશ

આ વર્ષે કાપડ ઉદ્યોગ માટે બે મુખ્ય યોજનાઓ છે..

કાપડ ઉદ્યોગને ઊભો કરવાનો પ્રયાશ
, શુક્રવાર, 29 ફેબ્રુઆરી 2008 (17:56 IST)
W.DW.D

નવી દિલ્હી (એજંસી) હાલમાં ડુબવાની અણીએ ઊભેલો કાપડ ઉદ્યોગને બચાવી લેવા અને તેમાં વ્યાપક પ્રમાણમાં રોજગારી સર્જતા ઊભી કરવા કાપડ ઉદ્યોગ પર કેન્દ્ર સરકાર મહેરબાન થઈ છે અને આથી જ નાણા પ્રધાન પી ચીદમ્બરમે આજે 2008-09 વર્ષ માટેના બજેટમાં કાપડ ક્ષેત્રમાં ટેકનોલોજી સુધારો કરવાની યોજના માટેનું ભંડોળ વધાર્યુ હતું અને તે સીવાય હેન્ડલુમ ઈન્ડસ્ટ્રી માટે પણ સહાય પુરી પાડવાની જાહેરાત કરી હતી.

આ વર્ષે કાપડ ઉદ્યોગ માટે બે મુખ્ય યોજનાઓ છે, એક તો ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ અને સ્કીમ ઓફ ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ્સ પાર્ક અગીયારમી પંચ વર્ષીય યોજનાના સમયગાળામાં પણ ચાલું રહશે.

2008-09માં સ્કીમ ઓફ ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ્સ પાર્ક માટે રૂ. 450 કરોડ ફાળવવામાં આવ્યાં છે જ્યારે ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ માટે રૂ. 1090 કરોડ ફાળવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 30 ટેક્સટાઈલ્સ પાર્કને મંજુરી આપવામાં આવી છે અને ચાર પાર્કમાં 20 એકમોએ ઉત્પાગન શરૂ કર્યુ છે.

Share this Story:

Follow Webdunia gujarati