તમિલ ફિલ્મોના લોકપ્રિય અભિનેતા વિશ્વેશ્વર રાવના આકસ્મિક અવસાનથી ફિલ્મ ઉદ્યોગ અને તેના ચાહકોને આઘાત લાગ્યો છે. અભિનેતાએ મંગળવારે અંતિમ શ્વાસ લીધા. 62 વર્ષની વયે કેન્સરને કારણે તેમનું અવસાન થયું હતું. વિશ્વેશ્વર રાવે ફિલ્મો ઉપરાંત ઘણી સિરિયલોમાં અભિનય કરીને લોકપ્રિયતા મેળવી હતી. તેઓ અનેકિ ફિલ્મોમાં સહાયક અભિનેતા અને કોમેડી પાત્ર ભજવવા માટે ફેમસ થયા. વિશ્વેશ્વર રાવને અભિબેતા સૂર્યા અભિનીત ફિલ્મ પિતામગનમાં અભિનેત્રી લૈલાના પિતાની ભૂમિકા ભજવ્યા બાદ ઓળખ મળી.
બુધવારે કરવામાં આવશે અંતિમ સંસ્કાર
અભિનેતા વિશ્વેશ્વર રાવના આજે એટલે કે બુધવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ દુઃખદ અવસરે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને મુકવામાં આવ્યો છે. તેમના નજીકના મિત્રો અને ફિલ્મ ઉદ્યોગના મિત્રો ઘરે પહોંચીને શોક વ્યક્ત કરી રહ્યા છે.
વિશ્વેશ્વરરાવનુ કરિયર
વિશ્વેશ્વર રાવે પોતાના અભિનયની શરૂઆત 6 વર્ષના વયમા કરી. તેમણે 350થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ. દરેક ફિલ્મમાં તેમણે જુદા જુદા પ્રકારનુ પાત્ર ભજવ્યુ. ઈવનો ઉરુવનમાં તેમનુ પાત્ર ખૂબ પોપુલર થયુ. તેઓ એક ગુસ્સેલ દુકાનદાર બન્યા હતા. રોલ નાનો હતો પણ તેમનુ કામ જોરદાર હતુ. તમિલ ફિલ્મો ઉપરાંત અભિનેતાએ અનેક તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યુ હતુ. અભિનેતા ભક્તા પોટાના, પોટ્ટી પ્લીડર, સિસિંદરી ચિટ્ટીબાબુ અને અંડાલા રમાડુ જેવા સફળ ટીવી શો માં પણ મહત્વનો રોલ ભજવ્યો.