Publish Date: Tue, 24 Apr 2018 (17:45 IST)
Updated Date: Tue, 24 Apr 2018 (17:49 IST)
રાજકુમાર હિરાનીની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સંજૂ'નુ ટીઝર આજે રજુ થઈ ગયુ. ટીઝરને જોઈને તમે ઓળખી નહી શકો કે રણબીર કપૂર પણ આ ફિલ્મમાં છે. ચાલતુ, ફરતુ, લુક અને બોલતા સુધી રણબીર, સંજય દત્તને ઘોળીને પી ગયા.
રાજકુમાર હિરાનીએ સંજય દત્તની જીંદગીને ખૂબ સારી રીતે પડદા પર ઉતારી દીધો છે. ટીઝરને રજુ થઈને એક કલાકથી વધુ સમય થઈ ચુક્યો છે. આ એક કલાકમાં ટીઝરને 3 લાખથી વધુ લોકોએ જોઈ લીધુ છે. સોશિયલ મીડિયા પર લોકો આ ટીઝરના વખાણ કરતા થાકી રહ્યા નથી.