Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Reema lagooની શ્વાસની અવાજથી હજુ પણ ગભરાઈ જાય છે મહેશ ભટ્ટ

Reema lagooની શ્વાસની અવાજથી હજુ પણ ગભરાઈ જાય છે  મહેશ ભટ્ટ
, શુક્રવાર, 19 મે 2017 (12:06 IST)
અભિનેત્રી રીમા લાગૂને ગુરૂવારે સવારે 3 વાગીને 15 મિનિટ પર  નિધન થઈ ગયુ.  તેમના નિધનથી સમગ્ર બોલીવુડ શોકમાં ડૂબેલુ છે. રીમા સીરિયલ નામકરણ માં નેગેટિવ રોલમાં જોવા મળ્યા હતા. 
 
ફિલ્મમેકર મહેશ ભટ્ટે જ તેમને આ રોલ કરવા માટે તૈયાર કર્યા હતા. મહેશ ભટ્ટે તેમને વચન આપ્યુ હતુ કે દેવ્યાંતી મેહતાના કેરેકટરને તે ખુદ સેટ કરશે અને નિયમિત રૂપે તે સીરિયલ પર નજર પણ રાખશે. આ બધુ સાંભળીને રીમા આ શો કરવા માટે તૈયાર થઈ હતી. 
 
મહેશ ભટ્ટના Spotboy સાથે વાતચીત દરમિયાન કહ્યુ, રીમા લાગૂ ચાલીને હોસ્પિટલ ગયા હતા. તેમને દિલ સાથે સંબંધિત કોઈ બીમારી નહોતી. તેમને બસ ગળામાં ઈંફેક્શન હતુ. આ સાચે જ ચોંકાવનારી વાત છે. 
 
ગયા વર્ષે ઓગસ્ટમાં મે ડાયરેક્ટરના પરમિશનથી સીરિયલમાં તેનુ ઈંટ્રોક્શન સીન શૂટ કર્યુ હતુ. તેમના શ્વાસની અવાજ મને હજુ પણ ડરાવી રહી છે.  તે શો ના હાર્ટબીટ હતી. તે રોજ 12 કલાક કામ કરતી હતી.  
 
મહેશ ભટ્ટે રીમા લાગૂ સાથે આશિકીમાં કામ કર્યુ હતુ. ફિલ્મમાં રીમા રાહુલ રોયની મા બની હતી જે પોતાના પતિના ગયા પછી પોતાના પુત્રનું એકલા હાથે પાલનપોષણ કરે છે.  
 
મહેશ ભટ્ટે ગુરૂવારે સવારે ટ્વીટ કરી કહ્ય હતુ કે અમે મળવાનુ વચન આપીને એકબીજાને અલવિદા કહ્યુ હતુ. પણ આ ક્યારેય બની ન શક્યુ. અમે વિચાર્યુ હતુ કે અમારી પાસે સમય છે પણ આવુ નહોતુ.. ગુડબાય રીમાજી.. 
 
ઉલ્લેખનીય છે  કે હાર્ટ અટેક આવતા રીમા લાગૂનુ ગુરૂવારે નિધન થઈ ગયુ. તે 59 વર્ષની હતી. સીરિયલ શ્રીમન જી શ્રીમતી દ્વારા તેમણે લોકપ્રિયતા મેળવી.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Katrina સાથે Salman Khan ના હોટ ફોટો વાયરલ