Publish Date: Wed, 16 Feb 2022 (21:21 IST)
Updated Date: Wed, 16 Feb 2022 (22:03 IST)
કંગના રનૌતના શો 'લોકઅપ'(Lockup) નો ટ્રેલર વીડિયો રિલીઝ થઈ ગયો છે. આ વખતે કંગના રનૌત તેના શો વિશે થોડી વધુ ખુલીને કહેતી જોવા મળી રહી છે.
એકતા કપૂર દ્વારા નિર્મિત આ શોની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કંગના રનૌતનો આ શો સુપરસ્ટાર સલમાન ખાનના હોસ્ટ શો 'બિગ બોસ' જેવો જ હશે, પરંતુ તેમાં શું નવી વસ્તુઓ જોવા મળશે તે જોવું રસપ્રદ રહેશે. નવા ટ્રેલરમાં કંગનાએ આ અંગે એક હિંટ આપી છે.